વ્હાઇટ હાઉસ અને વિવાદ જાણે એકબીજાના પર્યાય બની ગયા છે. તેમાંય સેક્સ સ્કેન્ડલ તો જાણે અહીંની પ્રથા બની ગઇ છે. અમેરીકન રાષ્ટ્રપતિ જો બાઇડન પણ કંઇક આવા જ સેક્સ સ્કેમમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જો કે આ વખતે રાષ્ટ્રપતિ પોતે નથી ફસાયા પરંતુ તેમના દિકરાની કરતૂતને લઇ વિવાદમાં સપડાયા છે. જો બાઇડનો દીકરો હન્ટર બાઇડન સતત વિવાદોમાં જ રહે છે. હવે એક જૂના સેક્સ પેમેન્ટને લઇને તે ફરીથી વિવાદોમાં ઘેરાયો છે.
અમેરિકાની સંઘીય એજન્સી તેના માટે હંટર બાઇડન પર કેસ ચલાવવા માટેની તૈયારીઓ કરી રહી છે. સંઘીય એજન્સીને અમુક એવા દસ્તાવેજો હાથ લાગ્યા છે કે, જેનાથી ખબર પડે છે કે હંટર બાઇડને વર્ષ 2018-19 વચ્ચે 5 મહિનાની અંદર સેક્સ એસ્કોર્ટ માટે લગભગ 24 લાખ રૂપિયાની ભોગવણી કરી છે. તેમાં ખાસ વાત એ છે કે, તેણે ઓછી ઉંમરની છોકરીઓ સાથે સંબંધ બનાવ્યા હતા, તેના પર ગેર કાયદેસર રીતે એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઇ જવા અને તેણે કરેલી પૈસાની ચૂકવણીમાં મની લોન્ડરીંગ કાયદાનું ઉલ્લંઘનના આરોપ લાગ્યા છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, દસ્તાવેજો દ્વારા ખબર પડે છે કે, રાષ્ટ્રપતિના દીકરાએ એક યુક્રેની મહિનાને ચેક આપ્યો હતો, જેની લેવડ દેવડને બેંકોએ એક સંદિગ્ધ ગતિવિધીની શ્રેણીમાં રાખી હતી. હંટરના આઇફોનમાં મળેલા પૂરાવામાં તેણે એકાતેરિના મોરેવા નામની એક મહિલા દ્વારા આપૂર્તિ કરવામાં આવેલી એસ્કોર્ટ સર્વિસને ચિકિત્સા સેવાઓના રૂપમાં ચેક આપ્યો છે એમ બતાવાયું હતું, જેની વેબસાઇટ 20 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરની વૈશ્યાઓની સર્વિસ પ્રદાન કરે છે. હંટરના ખાતામાંથી અમુક ચૂકવણી દ્વારા ખબર પડે છે કે, પિતાએ હજારો ડોલર ટ્રાન્સફર કર્યાના અમૂક કલાકો બાદ અમૂક ચૂકવણી કરવામાં આવી છે.
હંટર બાઇડન પહેલા પણ સેક્સ અને ડ્રગ્સના એડિક્શન જેવા આરોપોમાં ફસાઇ ચૂક્યો છે. તેણે પોતાની પૂર્વ પત્ની કેથલીનની સાથે પોતાના જોઇન્ટ એકાઉન્ટમાંથી હજારો ડોલરની રકમ વૈશ્યાઓને ચેકના માધ્યમથી આપી હતી. બાદમાં 2017માં તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા. હંટરના જે દસ્તાવેજો સામે આવ્યા છે, તે અનુસાર તેણે ઘણી કંપનીઓને એસ્કોર્ટ સર્વિસ માટે ચૂકવણી કરી છે. સંઘીય તપાસ એજન્સી અનુસાર, રાષ્ટ્રપતિ જો બાઇડનના દીકરા હંટર બાઇડન વર્તમાનમાં એક સંઘીય તપાસનો વિષય છે, જેના વિરૂદ્ધ કથિત રૂપે સંભાવિત કર અપરાધો, મની લોન્ડરિંગ અને કથિત ગેર કાયદેસર વિદેશી લોબિંગની તપાસ ચાલી રહી છે.