ગુજરાતીમાં એક કહેવત છે કે જીવતો હાથી લાખનો, મરે તો સવા લાખનો. હાથીના દાંત ખૂબ મૂલ્યવાન હોવાથી આ કહેવાત પડી હશે. આવું જ કંઇક વ્હેલ માછલી માટે પણ કહેવાય છે. હાથીના દાંતની જેમ જ વ્હેલ માછલીની ઉલટી મૂલ્યવાન હોય છે. તેને તરતુ સોનું પણ કહેવાય છે. દરિયામાં માછલી પકડનાર માછીમારોનું સપનું હોય છે કે એમને માછલી પકડતા સમયે વ્હેલ માછલીની ઉલટી એટલે કે તરતું સોનું ક્યારેય મળી રહે અને ઘણી વખત માછીમારોનું આ સપનું પૂરું પણ થાય છે. હાલ જ કેરળનાં એક માછીમારનું નસીબ ખુલી ગયું હતું અને તેને 28 કરોડની કિંમતની વ્હેલ માછલીની ઉલટી મળી હતી. પણ કેરળનાં આ માછીમારે કરોડોનાં કિંમતની આ ઉલટી સરકારને સોંપી દીધી હતી.
કેરળના એક માછીમારને દરિયામાં 28.40 કિલોના વજનની એક ઉલટી મળી હતી. શુક્રવારે સાંજે માછીમારને સાંજે દરિયાકિનારે ઉલટી મળી હતી અને એ પછી તેને એ ઉલટી કોસ્ટલ પોલીસને સોંપી દીધી હતી. અ સાથે જ એ સમયે પોલીસે કહ્યું હતું કે જેમ માછીમારે અમને ઉલટી સોંપી એ સાથે જ અમે વન વિભાગને સૂચિત કરી દીધું હતું અને એ લોકો અમારી પાસેથી આગળ જાંચ માટે લઇ ગયા હતા. વ્હેલની એ તરતી ઉલટીને જાંચ માટે રાજીવ ગાંધી સેન્ટર ફોર બાયોટેક્નોલોજી માટે લઇ જવામાં આવી છે.
સુત્રો અનુસાર તેનો ઉપયોગ પરફ્યુમ બનાવવા માટે થાય છે અને અંતરરાષ્ટ્રીય બજારમાં 1 કિલોની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે. કેરળના માછીમારને જે ઉલટી મળી હતી તેનું વજન લગભગ 28 કિલોથી પણ વધુ હતું. જો કે ભારતમાં તેના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કારણકે વ્હેલ એક લુપ્ત થતી પ્રજાતિ છે.
એ પહેલાં પણ કેરળમાં પોલીસે ત્રીસ કરોડની વ્હેલની ઉલટી પકડી પાડી હતી. જેનું વજન લગભગ 19 કિલો જેટલું હતું. વ્હેલની ઉલટી એક ભૂરા રંગનો લચીલો પદાર્થ હોય છે જે વ્હેલનાં પેટમાં બને છે. સમયાંતરે વ્હેલ ઉલટી કરીને તેને બહાર કાઢે છે અને ટે દરિયા ઉપર તરવા લાગે છે. મધ્ય પૂર્વમાં આવેલ ઓમાન કિનારો આવા પદાર્થ માટે ઘણો પ્રસિદ્ધ છે. ત્યાના બજારમાં વ્હેલની ઉલ્ટીની કિંમત સોના બરાબર છે. જો કે મોટા પ્રમાણમાં તેણી તસ્કરી પણ કરવામાં આવે છે.