સોમવારે મોડી રાત્રે મુંબઈના કુર્લામાં એક ભયાનક અકસ્માત થયો હતો. સોમવારે રાત્રે અહીં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. BMCના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચેથી અત્યાર સુધીમાં 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. જો કે હજુ પણ 20-25 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. તેની સાથે જ અહીં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ચાર ગાડીઓ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થળ પર કામ કરી રહી છે.
ઘટના સ્થળે હાજર એનડીઆરએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાહત કાર્ય હજુ પણ ચાલુ છે. 25-30 લોકો ફસાયા હોવાની આશંકા છે પરંતુ ચોક્કસ આંકડો હજુ સ્પષ્ટ નથી. પડવાના કારણે અંદર જવા માટે સમય લાગી રહ્યો છે. રાજાવાડી હોસ્પિટલના સીએમઓએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ 8 ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી 1ને દાખલ કરાયા હતા અને 7 લોકોને ઓપીડીમાંથી જ રજા આપવામાં આવી હતી.
ઘટના બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, તમામ 4 ઈમારતોને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ત્યાં લોકો રહે છે. તમામને બચાવવા અમારી પ્રાથમિકતા છે. આજે મંગળવારે અમે આ ઈમારતોને ખાલી કરીને તોડી પાડવાનું કામ જોઈશું જેથી આસપાસના લોકોને તકલીફ ન પડે. એ પણ કહ્યું કે જ્યારે પણ BMC નોટિસ જારી કરે છે, ત્યારે બિલ્ડીંગો પોતે જ ખાલી કરી દેવી જોઈએ. અન્યથા આવી ઘટનાઓ બને છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે, હવે કાર્યવાહી કરવી જરૂરી છે.