Monday, March 20, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » બોરસદમાં શંકાસ્પદ ટ્રેલરને રોકવા જતાં પોલીસ કોન્સ્ટેબલને કચડી નંખાયો.!! હરિયાણા, ઝારખંડ બાદ ગુજરાતમાં પણ હિટ એન્ડ રન…

બોરસદમાં શંકાસ્પદ ટ્રેલરને રોકવા જતાં પોલીસ કોન્સ્ટેબલને કચડી નંખાયો.!! હરિયાણા, ઝારખંડ બાદ ગુજરાતમાં પણ હિટ એન્ડ રન…

by Admin
July 20, 2022
in ગુજરાત લાઈવ
Reading Time: 1min read
A A
બોરસદમાં શંકાસ્પદ ટ્રેલરને રોકવા જતાં પોલીસ કોન્સ્ટેબલને કચડી નંખાયો.!! હરિયાણા, ઝારખંડ બાદ ગુજરાતમાં પણ હિટ એન્ડ રન…
8
SHARES
Share on FacebookShare on Twitter

દેશમાં પોલીસકર્મીઓને કચડી નાખવાની ત્રીજી ઘટના સામે આવી છે. તાજેતરમાં હરિયાણા, ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પોલીસકર્મી પર વાહન ચલાવી કચડી નાખવામાં આવ્યો છે. જે પ્રકારે હરિયાણામાં ડીસીપીને જે પ્રમાણે કચડી નાખવામાં આવ્યા હતા તે પ્રમાણેની ઘટના ગુજરાતના બોરસદમાંથી સામે આવી છે. અહીં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ ટ્રેલરને રોકવાનો પ્રયાસ કરનાર પોલીસ કોન્સટેબલને કચડી નાંખવામાં આવતાં પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના બોરસદમાં હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રેલરને રોકવા જતાં પોલીસકર્મી પર ટ્રેલર ફેરવી કચડી નાખવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીનું મોત નિપજ્યું હતું. આણંદ (Anand) જિલ્લાના બોરસદ (Borsad) માં પોલીસ (Police) જવાનો નાઈટ ડ્યુટી દરમિયાન હાઈવે પર શંકાસ્પદ વાહનોની તપાસ કરી રહ્યા હતા ત્યારે એક શંકાસ્પદ ટ્રકને પોલીસ જવાને રોકવાનો ઇશારો કર્યો હતો ત્યારે ટ્રક ડ્રાઈવરે બ્રેક મારીને ટ્રક રોકી દેવાને બદલે ટ્રકનો પૂરપાટ દોડાવી મૂકી હતી અને પોલીસ જવાનને કચડી નાખી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ નામના પોલીસ જવાને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે જવાનને કચડીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને પકડવા અન્ય પોલીસ જવાનો પાછળ ગયા હતા પણ ટ્રક ડ્રાઈવર ટ્રક માણેજ ગામ પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રકનો કબજો લઈ તેના માલિકની શોધ કરવાની અને તેના આધારે આ ટ્રક કોણ ચલાવી રહ્યું હતું તે શોધવાની કવાયત શરૂ કરી છે. બીજી બાજુ સારવાર માટે દાખલ કરાયેલા જવાનનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હોવાથી ટ્રક ડ્રાઈવર સામે હત્યાનો ગુનો લાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

આણંદના એસપી દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે ગઈ રાત્રે બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ સહિતના જવાનોએ હાઈ વે પર એક શંકાસ્પદ ટ્રકને રોકવાની કોશિશ કરી હતી પણ ટ્રક ચાલકે ટ્રક રોક્યો નહોતો. આથી કિરણસિંહે પોતાની પ્રાઇવેટ કારમાં ટ્રકનો પીછો કર્યો હતો અને બગોદરા તરફ જતા હાઈવે પર ટ્રકને અંતરી તેની આગળ કાર ઉભી રાખી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે પણ ટ્રક રોકવાને બદલે ટ્રક ચાલકે તેના પર ટ્રક ચડાવી દીધી હતી, જેમાં પોલીસ જવાન કિરણસિંહ રાજને ગંભીર ઇજાઓ થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું છે. બીજી બાજુ ફરાર ટ્રક ચાલકની શોધ કરતાં તે ટ્રકને માણેજ ગામ પાસે બીનવારસી મુકીને ફરાર થઈ ગયો છે. આ ટ્રકને જપ્ત કરી ટ્રક ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે.

રાંચીમાં મહિલા પોલીસ ઇન્સપેક્ટરની હત્યા..
ઝારખંડના પાટનગર રાંચીમાં એક મહિલા પોલીસકર્મીની ગાડીથી કચડીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના રાંચીના તુપુદાના પોલીસ મથક હદના હુલહૂંડુની છે. જે સમયે આ ઘટના ઘટી ત્યારે મહિલા સબ ઈન્સ્પેક્ટર સંધ્યા ટોપનો વાહન ચેકિંગ કરી રહી હતી. અચાનક ત્યારે જ અપરાધીઓએ તેમને પિકઅપ વેનથી કચડી નાખ્યા. જેમાં તેમનું મોત નિપજ્યું હતું.
સંધ્યા ટોપનો 2018 બેચના અધિકારી હતા. આ ઘટના આજે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસની છે. એસઆઈની હત્યાની સૂચના મળ્યા બાદ પોલીસ મથક પ્રભારી સહિત અનેક પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. ઘટનાને અંજામ આપ્યા બાદ અપરાધી વાહન લઈને ફરાર થઈ ગયા. જો કે આરોપી હાલ પોલીસની પકડમાં આવી ગયો છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ફંફોળી રહી છે. ઘટનાની જાણકારી આપતા રાંચીના એસએસપીએ જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને વાહન પણ જપ્ત કરાયું છે.

મેવાતમાં DSP ને માફિયાએ ડમ્પરથી કચડી નાખ્યા
હરિયાણાના મેવાતમાં ખનન માફિયાઓએ એક ડીએસપીની હત્યા કરી નાખી છે. ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે ગયા હતા. આ દરમિયાન ડેપ્યુટી એસપી ઉપર ડમ્પર ચડાવી દીધુ અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. નૂંહના તવાડુના ડેપ્યુટી એસપી પદ પર સુરેન્દ્ર સિંહ તૈનાત હતા. એવું કહેવાય છે કે સુરેન્દ્ર સિંહે પથ્થર ભરેલા એક ડમ્પરને રોકવાની કોશિશ કરી હતી. ત્યારે જ ડ્રાઈવરે ડમ્પર તેમના પર ચડાવી દીધુ. અત્રે જણાવવાનું કે ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ આ વર્ષે રિટાયર થવાના હતા. પચગાંવના પહાડી વિસ્તારમાં ડેપ્યુટી એસપીનો મૃતદેહ મળ્યો છે.

Share3Tweet2Send
Previous Post

ગેંગસ્ટર બીકા એ PI રાજેશ સુવેરા અને ચાવડા ઉપર બંને હાથે કર્યું હતું ફાયરિંગ.!! 38 ગુનાઓમાં સંડોવણી…

Next Post

સુરત IIITSની દયનીય સ્થિતિ અંગે કેન્દ્રિય મંત્રીને ફરિયાદ, કાદવ કીચડ વચ્ચે પતરાના શેડ નીચે ભણી રહ્યા છે વિદ્યાર્થીઓ..!!

Related Posts

કડોદરામાં  ગૌચર ચરી જનારા  માફિયાઓ સામે  તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…
ગુજરાત લાઈવ

કડોદરામાં ગૌચર ચરી જનારા માફિયાઓ સામે તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…

March 18, 2023
સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…
ગુજરાત લાઈવ

સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…

March 18, 2023
તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ… સુરતની આ જાણીતી દરગાહે ચાદર ચઢાવવા આવેલી મુંબઇની મહિલાને લંપટનો ભેટો…!!
ગુજરાત લાઈવ

તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ… સુરતની આ જાણીતી દરગાહે ચાદર ચઢાવવા આવેલી મુંબઇની મહિલાને લંપટનો ભેટો…!!

March 16, 2023
મરવા મજબૂર થાય એવો ત્રાસ આપનાર જયંતિ ઇકલેરાના જ ખોળે બિલ્ડર અશ્વિન ચોવટિયા બેઠો, પોલીસ નોટીસ નોટીસ રમતી રહી અને હાઇકોર્ટમાંથી ફરિયાદ રદ…
ક્રાઇમ વોચ

મરવા મજબૂર થાય એવો ત્રાસ આપનાર જયંતિ ઇકલેરાના જ ખોળે બિલ્ડર અશ્વિન ચોવટિયા બેઠો, પોલીસ નોટીસ નોટીસ રમતી રહી અને હાઇકોર્ટમાંથી ફરિયાદ રદ…

March 16, 2023
56 વર્ષીય વિધવાને ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા સાથેની મિત્રતા ભારે પડી, લગ્ન કરી લંડન જવાના અભરખામાં 12.50 લાખ ગુમાવી બેઠી…
ગુજરાત લાઈવ

56 વર્ષીય વિધવાને ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા સાથેની મિત્રતા ભારે પડી, લગ્ન કરી લંડન જવાના અભરખામાં 12.50 લાખ ગુમાવી બેઠી…

March 16, 2023
ઉધનાની શેપ કલ્ટ ફિટનેસ જીમનાં ટ્રેનર સોહિલ સૈયદને લંપટાઇ ભારે પડી..!! યુવતીને ફોન અને મેસેજ કરી રંજાડતા સરાજાહેર ધોલાઇ…
ગુજરાત લાઈવ

ઉધનાની શેપ કલ્ટ ફિટનેસ જીમનાં ટ્રેનર સોહિલ સૈયદને લંપટાઇ ભારે પડી..!! યુવતીને ફોન અને મેસેજ કરી રંજાડતા સરાજાહેર ધોલાઇ…

March 14, 2023
Next Post
સુરત IIITSની દયનીય સ્થિતિ અંગે કેન્દ્રિય મંત્રીને ફરિયાદ, કાદવ કીચડ વચ્ચે પતરાના શેડ નીચે ભણી રહ્યા છે વિદ્યાર્થીઓ..!!

સુરત IIITSની દયનીય સ્થિતિ અંગે કેન્દ્રિય મંત્રીને ફરિયાદ, કાદવ કીચડ વચ્ચે પતરાના શેડ નીચે ભણી રહ્યા છે વિદ્યાર્થીઓ..!!

કડોદરામાં  ગૌચર ચરી જનારા  માફિયાઓ સામે  તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…

કડોદરામાં ગૌચર ચરી જનારા માફિયાઓ સામે તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…

March 18, 2023
સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…

સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…

March 18, 2023
તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ… સુરતની આ જાણીતી દરગાહે ચાદર ચઢાવવા આવેલી મુંબઇની મહિલાને લંપટનો ભેટો…!!

તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી હૈ… સુરતની આ જાણીતી દરગાહે ચાદર ચઢાવવા આવેલી મુંબઇની મહિલાને લંપટનો ભેટો…!!

March 16, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी