જયપુર: ઘરમા ડ્રગ્સ અને દારૂની પાર્ટીનો વિરોધ કરનારી પરિણીતા ઉપર તેના જ પતિએ મિત્રો સાથે મળી સામૂહિક બળાત્કાર ગુજાર્યા હોવાની સનસનીખેજ ઘટના જયપુરના સાંગાનેર પોલીસ સ્ટેશનમાં નોંઘાય છે. આ ઘટના અંગે પીડિતાએ મંગળવારે મોડી રાત્રે પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. એવો પણ આરોપ છે કે, આરોપી પતિ તેના મિત્રો સાથે ઘરે ડ્ગ્સ તથા દારૂની મહેફિલ કરતો હતો અને વિરોધ કરતી વખતે તેની પત્નીને મારતો હતો. પોલીસ આરોપીને શોધી રહી છે.

સાંગાનેરના એસએચઓ હરિ સિંહે ફરિયાદના આધારે જણાવ્યું કે, પીડિતાના લગ્ન થોડા વર્ષો પહેલા શ્યોપુર રોડના આરોપી રહેવાસી સાથે થયા હતા. લગ્ન બાદ પીડિતાને ખબર પડી કે, તેનો પતિ ડ્રગ્સનો વ્યસની છે. આરોપી દરરોજ દારૂ પીને ઘરે આવતો હતો અને પીડિતાને માર મારતો હતો. આ અંગે પીડિતાના પરિવારજનોએ આરોપી સાથે અનેકવાર સલાહ પણ લીધી હતી. થોડા મહિનાઓથી આરોપીના મિત્રો પણ તેના ઘરે આવવા લાગ્યા હતા અને દારૂની મહેફિલ કરવા લાગ્યા હતા.

પીડિતા પાસે દારૂ મંગાવતો: આરોપી પતિ પીડિતા પાસે દારૂ મંગાવતો હતો અને જ્યારે તે દારૂ લાવવાની ના પાડતી ત્યારે મિત્રોની સામે તેને ગંદી ગાળો આપી મારતો હતો. 28 જૂનના રોજ, આરોપીએ તેના મિત્રોની સામે પીડિતા પર હુમલો કર્યો અને બળાત્કાર કર્યો અને પછી પીડિતાને તેના મિત્રોને સોંપી દીધી. આરોપી અને તેના મિત્રોએ આખી રાત પીડિતા સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો. આરોપીએ પીડિતાને આ ઘટના અંગે કોઈને કંઈ પણ કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પતિ અને મિત્રો વિરુદ્ધ ગેંગરેપનો કેસ: પીડિતા કોઈક રીતે આરોપીઓના ચુંગાલમાંથી મુક્ત થઈ અને પોતાના મામાના ઘરે પહોંચી અને પરિવારના સભ્યોને આખી ઘટના જણાવી. આરોપીઓની ધમકીને કારણે પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ જ્યારે તેના પરિવારજનોએ તેને ખૂબ સમજાવી તો મંગળવારે મોડી રાત્રે તે તેના પરિવારના સભ્યો સાથે પોલીસ સ્ટેશન પહોંચી. આ પછી પીડિતાએ તેના પતિ અને તેના મિત્રો વિરુદ્ધ ગેંગરેપનો કેસ નોંધાવ્યો. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.