Monday, March 27, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » વ્યાજખોરીના દુષણની નાબૂદી સુરત શહેર પોલીસની અનોખી પહેલ, 300 જરૂરિયાતમંદોને 2.25 કરોડની લોન અપાવી…

વ્યાજખોરીના દુષણની નાબૂદી સુરત શહેર પોલીસની અનોખી પહેલ, 300 જરૂરિયાતમંદોને 2.25 કરોડની લોન અપાવી…

by Admin
February 5, 2023
in ગુજરાત લાઈવ
Reading Time: 2min read
A A
વ્યાજખોરીના દુષણની નાબૂદી સુરત શહેર પોલીસની અનોખી પહેલ, 300 જરૂરિયાતમંદોને 2.25 કરોડની લોન અપાવી…
8
SHARES
Share on FacebookShare on Twitter

**કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સાંસદ સી.આર.પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, વનમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે લાભાર્થીઓને લોન ચેકોનું વિતરણ

સુરત, તા.2 ફેબ્રૂઆરી…
સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરીના ખપ્પરમાં હોમાતા જરૂરિયાતમંદ નાગરિકો સરળતાથી લોનસહાય મળી રહે તે માટે અનોખી પહેલ કરવામાં આવી છે. વ્યાજખોરીના દૂષણને ડામવાના આ નવતર અભિગમના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા જરૂરતમંદ નાગરિકો અને વિવિધ કો-ઓપ. ક્રેડિટ સોસાયટીઓ, સહકારી અને જાહેર બેંકો વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરી ૧૦ હજારથી લઈ ૩.૫૦ લાખ સુધીની લોનસહાય મંજૂર કરવામાં આવી હતી.

આ નવતર પહેલના ભાગરૂપે ૩૦૦થી વધુ લાભાર્થીઓને લોનસહાયના ચેકોનું વિતરણ કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને પોલીસ કમિશનર અજય તોમરના હસ્તે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ,અઠવાલાઇન્સ ખાતે આયોજિત સમારોહ- ‘વ્યાજખોરીના દુષણની નાબૂદી અમારો સંકલ્પ’માં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, વિવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડતી બેંકોની નાણાકીય કામગીરી પ્રશંસાને પાત્ર છે. સુરત પોલીસની કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથોસાથ સામાજિક જવાબદારીરૂપ જરૂરતમંદોને લોનસહાય પૂરી પાડવાની આ સંવેદનશીલ પહેલ દરેક શહેરો માટે અનુકરણીય છે. આમ નાગરિકો સાથે વિશ્વસનીયતાનો સેતુ બાંધી પોલીસની ઈમેજ બદલવામાં મોટું યોગદાન પૂરૂ પાડ્યું છે, એમ જણાવી પોલીસની સમાજલક્ષી કામગીરીને બિરદાવી હતી.

આ અવસરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત પોલીસે શ્રેષ્ઠ કામગીરી થકી સુરતને વધુ સુરક્ષિત અને સલામતીનું વાતાવરણ નિર્માણ કરવા સાથે સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. સામાન્ય રીતે ગુનાખોરી અટકાવવા માટે પોલીસ વિભાગ કાર્યરત રહે છે, પરંતુ સુરત પોલીસે ક્રાઇમ ઘટાડવાની સાથે આમ નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનું બીડું ઉઠાવ્યું છે, ત્યારે બેંક પાસેથી મેળવેલી લોનના નાણા બેંકને સમયસર પરત કરીને અન્યોને પણ પ્રેરણા પૂરી પાડવાનો સાંસદએ સર્વે લોનધારકોને અનુરોધ કર્યો હતો.

ગૃહરાજ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાંથી વ્યાજખોરોને પાઠ ભણાવવાની ઝુંબેશ ચલાવી મહાનગરો, નગરો અને ગામડાઓ સુધી વ્યાજખોરો વિરુદ્ધ હલ્લાબોલ કર્યું છે. જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળી છે. નાની-મોટી નાણાભીડમાં વ્યાજે પૈસા લેતા અને વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલા સેંકડો ગરીબ નાગરિકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને વ્યાજના વિષધરોને શોધીને કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ગૃહરાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, સામાન્ય માણસ મજબુરીના કારણે વ્યાજે રૂપિયા લઇ વ્યાજના દુષ્ણમાં ફસાઇ જતા પોતાની માલમિલકત ગીરવી મૂકી દેતા હોય છે, ત્યારે આવા પીડિત નાગરિકોને મુક્ત કરવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે. રાજ્યમાં છેલ્લા એક મહિનામાં વ્યાજખોરીના ૮૪૭ કેસો નોંધી ૧૦૦૦થી વધુ લોકોને વ્યાજના દુષણમાંથી મુક્ત કરાયા છે. વધુમાં તેમણે કહ્યું કે, સુરત પોલીસે માનવીય સંવેદનાથી વ્યાજખોરીની સમસ્યાનું નિરાકરણની પહેલ કરી છે. સુરત મનપાએ પણ પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ કોઈ ગેરેંટી વગર નાના-મોટા વ્યવસાયીઓ, દુકાનદારો, ફેરિયાઓને કરોડોની લોનસહાય આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, ગુનાહિત અને અસામાજિક તત્વોથી સમાજને સુરક્ષિત રાખી સલામત રાષ્ટ્રનિર્માણ કરવાની જવાબદારી પોલીસ વિભાગ નિભાવે છે. દરેક વિપરીત પરિસ્થિતિમાં નાગરિકોની સાથે રહી પોલીસ ડ્રગ્સના દૈત્યને નાથવા, બળાત્કારીઓને સજા અપાવવામાં, અનેક પ્રકારની ગુનાખોરી નાથવા કટિબદ્ધ છે, ત્યારે શહેર પોલીસની આ નવતર કામગીરી અન્ય શહેરો માટે પ્રેરણાસ્રોત બની રહેશે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત રેન્જના એડિશનલ DGP પિયુષ પટેલ, અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલ તથા પ્રવિણ મલ, જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસર, સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઇ પટેલ, વિવિધ બેંકો અને ક્રેડિટ સોસાયટીઓ, બેંકોના મેનેજરો, અધિકારીઓ, સહકારી મંડળીના અગ્રણીઓ સહિત પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિ રહ્યા હતા.

Share3Tweet2Send
Previous Post

બુકીઓ દ્વારા 9200 કરોડની ડમી બેંક એકાઉન્ટ થકી હેરાફેરી.. સુરત ઇકોસેલના 7800ની તરાહે અમદાવાદ ક્રાઇમે 1400 કરોડનું કૌભાંડ પકડ્યું..

Next Post

30 વર્ષ પછી મહાશિવરાત્રી પર બની રહ્યો છે આવો શુભ સંયોગ, આ મુહૂર્તમાં પૂજા કરવાથી શ્રધ્ધાળુંઓને મળશે લાભ…!!

Related Posts

આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..
ગુજરાત લાઈવ

આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

March 27, 2023
કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…
ગુજરાત લાઈવ

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
તુ મારો દીકો છે, તારા જેવી છોકરીઓ મને બહુ ગમે..!! પિતાના મિત્રએ યુવતીને બાહુપાશમાં જકડી કર્યું એવું કે…
ગુજરાત લાઈવ

તુ મારો દીકો છે, તારા જેવી છોકરીઓ મને બહુ ગમે..!! પિતાના મિત્રએ યુવતીને બાહુપાશમાં જકડી કર્યું એવું કે…

March 22, 2023
લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…
ગુજરાત લાઈવ

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…

March 21, 2023
કડોદરામાં  ગૌચર ચરી જનારા  માફિયાઓ સામે  તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…
ગુજરાત લાઈવ

કડોદરામાં ગૌચર ચરી જનારા માફિયાઓ સામે તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…

March 18, 2023
સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…
ગુજરાત લાઈવ

સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…

March 18, 2023
Next Post
30 વર્ષ પછી મહાશિવરાત્રી પર બની રહ્યો છે આવો શુભ સંયોગ, આ મુહૂર્તમાં પૂજા કરવાથી શ્રધ્ધાળુંઓને મળશે લાભ…!!

30 વર્ષ પછી મહાશિવરાત્રી પર બની રહ્યો છે આવો શુભ સંયોગ, આ મુહૂર્તમાં પૂજા કરવાથી શ્રધ્ધાળુંઓને મળશે લાભ...!!

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

March 27, 2023
આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

March 27, 2023
કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी