ચાઇલ્ડ પોર્નોગ્રાફીએ વાસના અને વિકૃતિની ચરમસીમા છે. માસૂમ બાળકોનું જાતીય શોષણ કરી બનાવાતા વીડિયો આવી વિકૃત માનસ ધરાવતાં લોકોમાં ઓન ડિમાન્ડ છે. આ કારણોસર જ વૈશ્વિક ફલક ઉપર ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો ગંદો ગોરખધંધો ફૂલ્યો ફાલ્યો છે. જામનગરના ગાંધીનગરમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ધંધામાં સક્રિય કિશન નામના શખ્સને જામનગર સાયબર ક્રાઇમે ઉઠાવી લઈ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
સાયબર ક્રાઇમ પોલીસે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ધંધામાં સક્રિય શખ્સને ઝડપી પડ્યો હતો. પોલીસે જામનગરના ગાંધીનગર વિસ્તારમાંથી કિશન પરમાર નામના શખ્સને દબોચી લઈ તલાસી હાથ ધરતા આ શખ્સના કબજામાં રહેલ મોબાઈલમાંથી 1600 ઉપરાંત ચાઈલ્ડ પોર્નગ્રાફીના વિડીયો મળી આવ્યા હતા. જેને લઇને પોલીસે તેની વિધિવત પૂછપરછ કરી હતી. જેની પૂછપરછમાં માત્ર 10 ધોરણ સુધી ભણેલા શખ્સે ચાઇલ્ડ પોર્નોગ્રાફી ગ્રાફીની એપ્લિકેશન બનાવી નાખી હોવાના અને ચાઈલ્ડના એડલ્ટ વિડિયો અપલોડ કરી વૈશ્વિક ધંધો કરતો હોવાના ચોંકાવનારા ખુલાશા થયા છે.
માત્ર 10 ધોરણ સુધી ભણેલા કિશન પરમાર નામના શખ્સે યુ ટ્યુબમાંથી વીડિયો જોઈ ચાઇલ્ડ પોર્નોગ્રાફી ગ્રાફીની એક એપ્લિકેશન બનાવી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત ચાર જેટલા વૈશ્વિક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યા હતા. જેમાં ભારત ઉપરાંત રસિયા, ફ્રાન્સ સહિતના દેશોના શખ્સો જોડાયેલ હોવાનું સામે આવ્યું છે. ટેલિગ્રામ એપ્લિકેશનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીની બોટ પણ બનાવી હતી . પોતે ચાઈલ્ડના એડલ્ટ વિડિઓ અપલોડ કરી વૈશ્વિક ધંધો કરતો હોવાનું પણ ભોપાળુ છતું થયું છે.
આ અંગે પોલીસે બાતમીના આધારે આરોપી કિશનને ઝડપી પાડી પુછપરછ આરંભી હતી જેમાં કિશને 1600 ચાઇલ્ડ પોનોગ્રાફીના વિડીયો કાઢી આપ્યા હતાં. તેમજ કિશને તૈયાર કરેલી અને એપ્લિકેશન પણ મળી આવી હતી. કિશને પોતાની ચેનલ પણ બનાવી હતી અને કિશન દ્વારા બ્લોગમાં 224 વિડિયો અપલોડ કરવામાં આવ્યા હતાં. ઉપરાંત કિશને ચાર વોટ્સએપમાં ગ્રુપ બનાવ્યા હતા . જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકો જોડાયેલા હતાં. આ ગ્રુપ દ્વારા પોનોગ્રાફીના વિડીયો શેર અને વેચાણ કરતો હોવાનું તપાસ દરમ્યાન ખુલ્યું હતું. જેંને પગલે પોલીસે સાયબર ક્રાઇમ હેઠળ કિશન પરમાર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.