Tuesday, March 28, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » સમલૈંગિક સુખ માણવા ‘ગે એપ’ પર પાર્ટનર શોધવા ગયો યુવક, થયુ એવુ કે ક્યાંય મોઢુ બતાવવાના લાયક ન રહ્યો…

સમલૈંગિક સુખ માણવા ‘ગે એપ’ પર પાર્ટનર શોધવા ગયો યુવક, થયુ એવુ કે ક્યાંય મોઢુ બતાવવાના લાયક ન રહ્યો…

by Admin
June 28, 2022
in ગુજરાત લાઈવ
Reading Time: 1min read
A A
સમલૈંગિક સુખ માણવા ‘ગે એપ’ પર પાર્ટનર શોધવા ગયો યુવક, થયુ એવુ કે ક્યાંય મોઢુ બતાવવાના લાયક ન રહ્યો…
8
SHARES
Share on FacebookShare on Twitter

ઇન્ટરનેટ અને હવે સોસિશયલ મીડિયા પ્લેટફોર્મ જેટલા ઉપયોગી છે, એટલા જ જોખમી પણ. આ સુવિધાના ઉપયોગ અને ઉપભોગમાં નાની અમથી ગફલત મોટી આફત નોંતરનારી સાબિત થતાં હોવાના કિસ્સાઓ રોજબરોજ સામે આવી રહ્યા છે. રાજકોટના કુવાડવા રોડ પર રહેતા 21વર્ષીય છાત્ર સાથે ચોંકાવનારી ઘટના બની હતી. ગે પાર્ટનરને મળવા ગયેલા વિદ્યાર્થીને ગોંધી રાખીને તેનો અર્ધનગ્ન વીડિયો ઉતારવામં આવ્યો હતો. ત્યાર બાદ તેને વાયરલ કરવાની ધમકી આપીને 50 હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ચાર શખ્સને સંકજામાં લીધા છે. વિદ્યાર્થી ગે એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન બાદ મળવા બોલાવી આ કૃત્ય કર્યાનું તપાસમાં બહાર આવ્યું છે.

મૂળ સાયલા પંથકના અને હાલ કુવાડવા રોડ પરની સોસાયટીમાં રહેતો 21 વર્ષીય યુવક ભોગ બન્યો હતો. યુવક બી.કોમના અંતિમ વર્ષમાં પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તે ત્રણેક દિવસ પહેલા ગેને લગતા વોટ્સએપ ગ્રુપમાં એડ થયો હતો. ગઈકાલે બપોરે તેને અજાણ્યા વ્યકિતએ HI નો મેસેજ કર્યો હતો અને કે.કે.વી હોલ પાસે મળવા માટે બોલાવ્યો હતો. જેથી યુવક જણાવેલી જગ્યા પર મળવા ગયો હતો. એ વ્યક્તિ યુવકને નાણાંવટી ચોકમાં આવેલા આવાસ યોજનાના કવાર્ટરમાં વિંગ-૧૩માં પહેલા માળે આવેલા કવાર્ટરમાં લઈ ગયો હતો. રૂમનું તાળું ખોલી બંને અંદર ગયા તે સાથે જ બીજા ત્રણ અજાણ્યા માણસો રૂમમાં ધસી આવ્યા હતા. તેમણે રૂમ અંદરથી બંધ કરી દીધો હતો. બાદમાં તેને છરી બતાવી કહ્યું કે તારી પાસે પાકીટ, મોબાઈલ ઉપરાંત જે હોય તે આપી દે, નહીતર અહીં જ પતાવી દઈશું. પછી યુવકને રૂમમાં ગોંધી રાખી તેની પાસેથી 400 રૂપિયા પડાવી લીધા હતા. એટલુ જ નહિ, તેનો અર્ધનગ્ન હાલતમાં તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાયરલ નહી કરવા બદલ રૂપિયા ૫૦ હજારની માંગણી કરી હતી.

આ મામલાની જાણ ભોગ બનનાર યુવકના કાકાને થતા તેઓ એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જયાંથી તેને ગાંધીગ્રામ ૨ યુનિવર્સિટીમાં પોલીસ મથકે મોકલાયા હતાં. પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન આ કૃત્ય કરનાર ચારેય આરોપીઓની ઓળખાઈ જતા ગુનો દાખલ કરી પોલીસે સકંજામાં લીધા હતા. પોલીસે અફીદ ફીરોઝ કાદરી, અમન સલીમભાઈ કાદરી, સોહીલ હાજીભાઈ કાદરી અને ભાર્ગવ રાજેશ ડાભીની ધરપકડ કરી છે. જેઓએ રાજકોટના એક વિદ્યાર્થીને ગે પાર્ટનર સાથેની અંગત પળનો વીડિયો ઉતારીને બ્લેક મેલીંગ કર્યો હતો.

રાજકોટ પોલીસના એસીપી પ્રમોદ દિયોરાના કહેવા મુજબ, આરોપીઓ ગે માટેનું વોટ્સએપ ગ્રૂપ ચલાવે છે. જેમાં ભોગ બનનાર યુવક એડ થયો હતો. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મોજશોખ માટે આવા ગે લોકોને પોતાનો શિકાર બનાવતા હતા અને રૂપિયા પડાવતા હતા.
યુવકે પોલીસ ફરિયાદમાં લખાવ્યું હતું કે, કેકેવી ચોકમાં મળવા આવેલા આરોપીનું નામ ભાર્ગવ છે. બાકીના ત્રણેય આરોપીઓએ કવાર્ટર પર આવી અર્ધનગ્ન હાલતમાં વીડિયો ઉતારી રૂપિયાની માંગણી કરી હતી. આરોપીઓએ ખાલી ચડી પહેરેલી હાલતમાં તેની પાસે એવું બોલાવડાવ્યું કે, હું આ વોટ્સએપ ગ્રૂપ મારફત નાની ઉંમરના છોકરાઓ સાથે સંપર્ક કરી, તેમને મળવા બોલાવી, તેની સાથે સંબંધ રાખું છું. હવે પછી હું આવું નહી કરું. મને માફ કરી દો. હાલ પોલીસે ચારેય શખ્સના વોટ્સએપ ગ્રૂપ અને તેની ડીલીટ કરેલી માહિતી રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

Share3Tweet2Send
Previous Post

સોનિયા ગાંધીના PA સામે નોંધાયો દુષ્કર્મનો કેસ, નોકરી અપાવવાના નામે કર્યું યુવતીનું શોષણ…

Next Post

મહિલાઓએ કરી સેક્સ સ્ટ્રાઇક.!! રસ્તા ઉપર ઉતરી અમેરિકન મહિલાઓએ કહ્યું- ગર્ભપાતનો અધિકાર મળશે તો જ બનાવીશું સંબંધ…

Related Posts

કાપોદ્રામાં યુવાન મહિલાને  “મૈત્રી”  ભારે પડી.. દારૂડિયા પતિના અત્યાચાર સામે હૂંફ અને મદદની આશાએ બની હવસનો શિકાર..!!
ગુજરાત લાઈવ

કાપોદ્રામાં યુવાન મહિલાને “મૈત્રી” ભારે પડી.. દારૂડિયા પતિના અત્યાચાર સામે હૂંફ અને મદદની આશાએ બની હવસનો શિકાર..!!

March 28, 2023
નર્સ પાસે ગર્ભપાત કરાવનાર દંપતિની આખરે ધરપકડ.. ચોથું સંતાન જોઇતું ન હોય આ કાંડ કર્યો…!!!
ગુજરાત લાઈવ

નર્સ પાસે ગર્ભપાત કરાવનાર દંપતિની આખરે ધરપકડ.. ચોથું સંતાન જોઇતું ન હોય આ કાંડ કર્યો…!!!

March 28, 2023
આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..
ગુજરાત લાઈવ

આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

March 27, 2023
કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…
ગુજરાત લાઈવ

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
તુ મારો દીકો છે, તારા જેવી છોકરીઓ મને બહુ ગમે..!! પિતાના મિત્રએ યુવતીને બાહુપાશમાં જકડી કર્યું એવું કે…
ગુજરાત લાઈવ

તુ મારો દીકો છે, તારા જેવી છોકરીઓ મને બહુ ગમે..!! પિતાના મિત્રએ યુવતીને બાહુપાશમાં જકડી કર્યું એવું કે…

March 22, 2023
લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…
ગુજરાત લાઈવ

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…

March 21, 2023
Next Post
મહિલાઓએ કરી સેક્સ સ્ટ્રાઇક.!! રસ્તા ઉપર ઉતરી અમેરિકન મહિલાઓએ કહ્યું- ગર્ભપાતનો અધિકાર મળશે તો જ બનાવીશું સંબંધ…

મહિલાઓએ કરી સેક્સ સ્ટ્રાઇક.!! રસ્તા ઉપર ઉતરી અમેરિકન મહિલાઓએ કહ્યું- ગર્ભપાતનો અધિકાર મળશે તો જ બનાવીશું સંબંધ…

કાપોદ્રામાં યુવાન મહિલાને  “મૈત્રી”  ભારે પડી.. દારૂડિયા પતિના અત્યાચાર સામે હૂંફ અને મદદની આશાએ બની હવસનો શિકાર..!!

કાપોદ્રામાં યુવાન મહિલાને “મૈત્રી” ભારે પડી.. દારૂડિયા પતિના અત્યાચાર સામે હૂંફ અને મદદની આશાએ બની હવસનો શિકાર..!!

March 28, 2023
નર્સ પાસે ગર્ભપાત કરાવનાર દંપતિની આખરે ધરપકડ.. ચોથું સંતાન જોઇતું ન હોય આ કાંડ કર્યો…!!!

નર્સ પાસે ગર્ભપાત કરાવનાર દંપતિની આખરે ધરપકડ.. ચોથું સંતાન જોઇતું ન હોય આ કાંડ કર્યો…!!!

March 28, 2023
અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

March 27, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी