બોલિવૂડ સ્ટાર્સના સ્ટાર કિડ્સ પણ તેમના માતા પિતાની જેમ ચર્ચામાં રહેતા હોય છે. બોલીવૂડ સ્ટાર બાળકોમાં મોટાભાગે જોવા મળે છે કે, માબાપના પગલે બાળકો પણ ફિલ્મી લાઇનમાં જોડાઇ જાય છે, જેમા બધા બાળકો સફળ થઇ શકતા નથી. પાર્ટી, ડ્રગ્સ, અફેર, ફિલ્મો વિગેરેને લઇ કેટલોક સમય ચર્ચામાં રહી ગાયબ થઇ જતાં જોવા મળે છે.
આવી સ્થિતિમાં બોલિવૂડ અને સાઉથ સિનેમામાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડનાર એક્ટર આર માધવનના પુત્રએ ઈન્ડસ્ટ્રીથી દુર રહીને પોતાની એક અલગ ઓળખ મેળવવાનું નક્કી કર્યું છે. હવે માધવવના પુત્રે સ્વિમિંગમાં અલગ જ રેકોર્ડ પોતાના મે કરતો દેખાઇ રહ્યો છે. વેદાંતે સ્વિમિંગમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે. આર માધવનના પુત્રે રાષ્ટ્રીય જુનિયર રેકોર્ડ (c) 1500m ફ્રીસ્ટાઇલ રેકોર્ડ પોતાના નામે છે. તેણે ફરી એકવાર ગોલ્ડ મેડલ જીતીને પિતા અને દેશનું ગૌરવ વધાર્યું છે.
અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોતાના પુત્રની આ સિદ્ધિને લઇને એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વેદાંતની આ મોટી ઉપલબ્ધિથી તે ખૂબ જ ખુશ છે. વિડિયો શેર કરવાની સાથે અભિનેતાએ લખ્યું, ‘ક્યારેય ના ન કહો. ફ્રી સ્ટાઇલનો રાષ્ટ્રીય જુનિયર રેકોર્ડ તોડ્યો. વીડિયોમાં જોઇ શકાય છે કે, અભિનેતાનો પુત્ર વેદાંત કેટલી ઝડપથી સ્વિમિંગ પૂર્ણ કરી રહ્યો છે. ત્યાં લોકો તેના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. કમેન્ટમાં લખ્યુ છે કે, ’16 મિનિટ થઈ ગઈ. વેદાંતે 780 મી. તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે.’ આ વીડિયો જોયા બાદ લોકો તેના વખાણ કરી રહ્યાં છે સાથે જ વેદાંતને ખૂબ અભિનંદન પણ આપી રહ્યા છે.
આ પહેલા પણ વેદાંત સ્વિમિંગમાં પોતાનું નામ રોશન કરી ચૂક્યો છે. તેણે ભૂતકાળમાં પણ ઘણા રેકોર્ડ તોડ્યા છે. વેદાંતે એપ્રિલ મહિનામાં આયોજિત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જેના વિશે અભિનેતાએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને પણ જણાવ્યું હતું. જો કે આ સિવાય માધવનના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ ‘રોકેટરી’ રીલિઝ થઈ છે. આમાં તે વૈજ્ઞાનિક નામ્બી નારાયણનું પાત્ર ભજવી રહ્યો છે.