દિલ્હી, તા,12 માર્ચ…
અભિનેતા સતીશ કૌશિકના મૃત્યુએ માત્ર બોલીવુડ જ નહી તમામ ફિલ્મ રસિયાઓને મોટો આઘાત આપ્યો છે. ધૂળેટી રંગેચંગે ઉજવનારા સતીષ બીજા દિવસે મળસ્કે દુનિયાનો રંગમંચ છોડીને જતાં રહ્યા હતાં. સતીષના મૃત્યું પ્રકરણમાં નવો વળાંક આવ્યો જ્યારે તેના નજીકના મિત્ર વિકાસ માલુની બીજી પત્નીએ તેના પોતાના પતિ અને તેના સહયોગીઓ પર સતીશની હત્યા કરવાનો આરોપ લગાવ્યો.

સાનવી માલુએ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને આ મામલે પત્ર લખીને મામલાની તપાસની માંગ કરી છે. ખરેખર તો સાનવીનો દાવો છે કે સતીશે લગભગ ત્રણ વર્ષ પહેલા વિકાસને રોકાણ માટે 15 કરોડ રૂપિયા આપ્યા હતા. સતીષને ન તો પૈસા પાછા આપવામાં આવ્યા કે ન તો તેને કોઈ ફાયદો આપવામાં આવ્યો. પૈસા પાછા માંગવા પર વિકાસે કાવતરું ઘડ્યું અને સતીશની હત્યા કરી. આ પત્ર બાદ હોબાળો મચી ગયો છે. હાલ આ મામલે કોઈ પોલીસ અધિકારી કંઈ પણ કહેવા તૈયાર નથી. હવે પોલીસ આ કેસની તપાસ કેવી રીતે કરશે તેના પર સૌની નજર છે.

દિલ્હીના પૂર્વ શાલીમાર બાગની રહેવાસી સાનવી માલુએ જણાવ્યું કે વર્ષ 2019માં મારા લગ્ન વિકાસ સાથે થયા હતા. 23 ઓગસ્ટ 2022ના રોજ, સતીશ વિકાસ પાસે તેના દુબઈના ઘરે આવ્યો હતો. તે સમયે તેણે પૈસાની સખ્ત જરૂર હોવાનું કહી તેની પાસે પૈસા માંગ્યા હતા. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. વિકાસ માલુએ સતીશના પૈસા ટૂંક સમયમાં ભારત આવીને પરત આપવાનું વચન આપ્યું હતું.

સાનવી માલુએ લખેલા પત્રએ મોટો વિવાદ સર્જ્યો છે. આ સાથે દિલ્હી ગ્રામીણ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ને સતીષના ફાર્મમાં તપાસ દરમિયાન કેટલીક શંકાસ્પદ બાબતો ધ્યાને આવી છે. સૂત્રોના કહેવા પ્રમાણે ફાર્મમાં તપાસ દરમિયાન કેટલીક એવી ટેમ્બેલ કહો કે ગોળીઓ મળી છે કે જેનું ત્યાં હોવાનું અસહજ છે. આ શંકાસ્પદ ટેમ્બેલેટ તપાસ માટે કબજે લેવાઇ છે. સતીષને ડ્રીંકમાં ટેમ્લેટ આપી દેવામાં આવી હોય અને તેને કારણે કાર્ડીયાક એરેસ્ટ જેવી સ્થિતિમાં તેઓનું મૃત્યું થયું એવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ કેસની તપાસમાં આ મુદ્દાને પણ પોલીસે આવરી લીધો છે.