સુરત, તા. 28 ડિસેમ્બર…
માનવીના જીવન ઉપર ગ્રહો નક્ષત્રોનો ભારે પ્રભાવ જોવા મળે છે. માનવીના જીવનમાં સુખ-દુખ, પ્રગતિ-અધોગતિ, સફળતાં-નિષ્ફળતાં દરેક બાબતને જે તે વ્યક્તિના કુંડળીના ગ્રહોની દશા અને દિશા પ્રભાતિવત કરતી હોવાનું કહેવાય છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયે એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ગ્રહ ગોચરનો પ્રભાવ મેષથી લઈને મીન સુધીની દરેક રાશિ પર પડે છે. હિન્દુ પંચાગ અનુસાર શનિવેદ 30 વર્ષ બાદ પોતાની સ્વરાશિ કુંભમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે.
શનિનું કુંભ રાશિમાં જવાથી કેટલીક રાશિના જાતકોને જબરદસ્ત લાભ મળી શકે છે. શનિને જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાય દેવતા તથા કર્મફળદાતા માનવામાં આવ્યા છે. શનિ દરેક જાતકને તેના કર્મના આધારે ફળ આપે છે. સારા કામ કરનારને શુભ ફળ અને ખોટા કાર્યોમાં લિપ્ત લોકોને દંડ આપે છે. જાણો શનિ ગોચરનો નવા વર્ષમાં કઈ રાશિના જાતકોને લાભ મળશે.

**મિથુન રાશિઃ
શનિ મકર રાશિથી નીકળી કુંભ રાશિમાં જવાથી મિથુન રાશિના જાતકોની મુશ્કેલી ઓછી થશે. મિથુન રાશિ પરથી શનિની પનોતી હટી જશે. આ દરમિયાન મંગળ રાશિ પરિવર્તનથી આર્થિક લાભ મળશે. શનિ તથા મંગળ ગ્રહોના પ્રભાવથી તમારૂ ઊંઘી ગયેલું ભાગ્ય જાગી શકે છે.
**કર્ક રાશિઃ
કર્ક રાશિના લગ્ન ભાવમાં સૂર્ય, ગુરૂ તથા શુક્ર એક સાથે હોવાથી તમને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. કર્ક રાશિના શનિવેદ અષ્ટમ ભાવના સ્વામી છે. 17 જાન્યુઆરીથી શનિ રાશિ પરિવર્તનથી કર્ક રાશિના જાતકોને આર્થિક મોર્ચે લાભ થશે. વેપારીઓને લાભ થશે. અટવાયેલા નાણાની પ્રાપ્તિ થઈ શકે છે. યાત્રાનો યોગ બની રહ્યો છે.

**તુલા રાશિઃ
તમારી રાશિના પંચમ ભાવમાં શનિ ગોચર થશે. શનિ ગોચરની સાથે તમને શનિની પનોતીથી રાહત મળશે. શનિ રાશિ પરિવર્તનના પ્રભાવથી તમારી આવકમાં વધારો થઈ શકે છે. વેપારીઓને લાભ થશે. રોજગાર શોધી રહેલા લોકોને ખુશખબરી મળી શકે છે.
**ધન રાશિઃ
ધન રાશિના જાતકો માટે શનિ ગોચર લાભકારી થશે. શનિ ગોચરથી ધન રાશિના જાતકોમાં સાડાસાતી પનોતી હટી જશે. શનિ ધન રાશિના ત્રીજા ભાવનો સ્વામી છે. આ સમયમાં તમને માન-સન્માનની પ્રાપ્તિ થશે. નોકરીમાં પ્રમોશનની સાથે આવકમાં વધારો થઈ શકે છે.