શેર બજારમાં હાલ ઉતાર ચઢાવ યથાવત છે. એક દિવસ તેજી જોવા મળ્યા બાદ રોકાણકારો ફરી ચિંતિત થયા. કારણ કે આજે શેરબાજર લાલ નિશાન સાથે ખુલ્યું છે. ડાઉ ફ્યુચર્સમાં ઘટાડાને કારણે ભારતીય બજારો માટે પણ સેન્ટિમેન્ટ ખરાબ છે અને રોકાણકારો શેરને વેંચી રહ્યા છે. શેરબજારમાં આંધળું રોકાણ તમને રડાવી શકે છે. તેથી જ શેર માર્કેટ વિશે પહેલાં તમારે ઉંડી સમજણ કેળવવી પડે છે. ત્યાર બાદ તમે માર્કેટમાં તમારું રોકાણ કરો અને ટ્રેડિંગના અપડાઉન અને માર્કેટની દરેક મુવમેન્ટ પર ધ્યાન આપો તો તમને યોગ્ય વળતર મળી શકે છે. માર્કેટમાં પુરતો અભ્યાર કરીને રોકાણ કરનારા અને વિષમ સ્થિતિમાં ધિરજ રાખનારાઓ કમાણી કરી શકે છે.
આજના કારોબારમાં સેન્સેક્સ 315.02 પોઈન્ટ એટલે કે 0.59 ટકાના ઘટાડા સાથે 52,846.26 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 74.60 પોઈન્ટ અથવા 0.47 ટકા ઘટીને 15,757.45 પર ખુલ્યું. બજારમાં વેચવાલીનો મૂડ છે. બેંક, ફાઈનાન્શિયલ અને આઈટી શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે. નિફ્ટી પરના ત્રણેય સૂચકાંક અડધા ટકાથી વધુ નબળા પડ્યા છે.
મેટલ, ઓટો, ફાર્મા, રિયલ્ટી અને FMCG સહિતના અન્ય સૂચકાંકો પણ લાલ નિશાનમાં જોવા મળે છે. હાલમાં સેન્સેક્સમાં 227 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 52934ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 57 પોઈન્ટ ઘટીને 15,775ના સ્તરે છે.