દેશના સૌથી મોટા કોર્પોરેટ ઘરોમાંથી એક રિલાયન્સ ગ્રુપમાં આગામી પેઢીને લગામ સોંપવાની પ્રક્રિયા ઝડપી બની છે. આ ક્રમમાં આકાશ અંબાણીને રિલાયન્સ જિયોના બોર્ડના ચેરમેન બનાવીને તાજ પહેરાવવામાં આવ્યો છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 27 જૂને બેઠક મળી હતી. જેમાં આકાશને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના ચેરમેન બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. રિલાયન્સ જૂથના જુદા જુદા સેક્ટરને યોગ્ય લીડર મળી રહે, નવી પેઢી નેતૃત્વ કરતી થાય એ દિશામાં અંબાણી પરિવાર દ્વારા નિર્ણયો લેવાઇ રહ્યા છે. જેમાં અન્ય સેક્ટરને પણ યુવા હાથમાં સોંપાય એવી ચર્ચાએ કોર્પોરેટ જગતમાં જોર પકડ્યું છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીને 3 બાળકો છે. જેમાંથી આકાશ અને ઈશા જોડિયા ભાઈ-બહેન છે જ્યારે અનંત અંબાણી સૌથી નાના છે. એવી શક્યતા છે કે અંબાણી તેમનો રિટેલ બિઝનેસ પુત્રી ઈશાને સોંપી શકે છે. કોર્પોટેર જગતમાં આ પરિવાર ખૂબ દબદબો ધરાવે છે. તેમનાં ઉદ્યોગો અનેકવિધ ક્ષેત્રોમાં ફેલાયેલો છે. અનિલ અને મુકેશ અંબાણી અલગ થયા ત્યારે બિઝનેસની કરાયેણી વહેંચણી અને તેના પરિણામો જગવિદિત છે. આ બધા કારણોસર પણ મુકેશ અંબાણી તેમના સંતાનોને શુ જવાબદારી સોંપે છે એ મુદ્દે બિઝનેસ વર્લ્ડ એક્સાઇટ જોવા મળે છે.
**સમુહના 3 મુખ્ય વ્યવસાયો
રિલાયન્સ ગ્રુપ ઓઈલ રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સ, રિટેલ બિઝનેસ અને ડિજિટલ સેવાઓમાં સક્રિય છે
રિટેલ અને ડિજિટલ સેવાઓના વ્યવસાય માટે સંપૂર્ણ માલિકીની કંપનીઓ બનાવવામાં આવી છે.
તેલ અને રસાયણ અને ઉર્જાનો વ્યવસાય RIL હેઠળ ચાલે છે
**નવી પેઢીમાં કોણ ક્યાં છે
- આકાશ અંબાણી: જિયો પ્લેટફોર્મ, જિયો લિમિટેડ, સાવન મીડિયા, જિયો ઈન્ફોકોમ, રિસાયંસ રિટેલ વેંચર્સના બોર્ડમાં સામેલ છે. વર્ષ 2019માં શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા.
- ઈશા અંબાણી: યેલ અને સ્ટેનફોર્ડમાં અભ્યાસ કર્યો હતો. 2015માં ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. જિયો પ્લેટફોર્મ, જિયો લિમિટેડ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સામેલ છે.
ડિસેમ્બર 2018માં ઈશાના લગ્ન બિઝનેસમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થયા હતા. - અનંત અંબાણીઃ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. રિલાયન્સ ન્યૂ એનર્જી, રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી, રિલાયન્સ O2C, જિયો પ્લેટફોર્મના બોર્ડમાં સામેલ છે.