વડોદરાઃ પ્રેમના ઓથે ખેલાતો વાસનાનો અલગ ખેલ ઘણી જિંદગીઓ બાળીને ખાખ કરી નાંખે છે. વાસનાલોલુપ યુગલો તેમની આડે આવતાં સંબંધો જ નહીં વ્યક્તિઓને પણ પુરો કરી નાંખતાં જરાય અચકાતાં નથી, કંઇક આવો જ બનાવ વડોદરાના ખેસાવલી તાલુકાના પશ્વા ગામેથી પ્રકાશમાં આવ્યો છે. અહીં છ વર્ષના બાળકની હત્યા થઈ હોવાના સમાચાર સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ હત્યા બીજા કોઈ નહીં, પરંતુ તેની જ માતા દ્વારા કરી હોવાનું સામે આવતાં માતા પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. પ્રેમમાં અંધ બની ગયેલી માતાએ ખૂદ પ્રેમી સાથે મળીને માસૂમ દીકરાની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી.
પ્રેમ સંબંધમાં બાધારૂપ બની રહેલ છ વર્ષના બાળકની જનેતાએ જ પ્રેમી સાથે મળી કરી પોતાના બાળકની હત્યા કરી નાંખી હતી. તેમજ બાળકની હત્યા કર્યા બાદ સિમેન્ટના થાંભલા સાથે ઊંધો લટકાવી દઇ પ્રેમી નાસી છૂટયો હતો. બનાવની જાણ થતાં સાવલી પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જ પોલીસને મૃતક બાળકની માતા અંગે ઘણો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. મહિલાના આડા સંબંધો અંગે કાને પડેલી વાત તપાસનું કેન્દ્ર બની અને ગણતરીની મીનીટોમાં જ હત્યાનો ભેદ ઉકેવાઇ ગયો હતો. સાવલી પોલીસ હત્યારી જનેતા તેમજ પ્રેમીની ધરપડ કરી બંને હત્યારાઓને જેલ હવાલે કર્યા છે. છ વર્ષના બાળકની હત્યાથી સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ છે.