નવી દિલ્હીઃ ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની સાથે રવીન્દ્રનાથ ટાગોર અને 11મા રાષ્ટ્રપતિ ડૉ. APJ અબ્દુલ કલામનો ફોટો પણ જોવા મળી શકે છે. મળી રહેલી માહિતી અનુસાર ભારત સરકારના નાણા મંત્રાલય અને RBI દ્વારા કેટલીક નોટો પર રવીન્દ્રનાથ ટાગોર અને અબ્દુલ કલામની તસવીરો છાપવાનું વિચાર કરવામાં આવી રહ્યો છે. આ માટે, નાણા મંત્રાલય હેઠળની RBI અને સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SPMCIL) એ ગાંધી, ટાગોર અને કલામ વોટરમાર્કના સેમ્પલના બે અલગ-અલગ સેટ IIT-દિલ્હીના એમેરિટસ પ્રોફેસર દિલીપ ટી શાહાનીને મોકલ્યા છે. તેના દ્રારા આ બે સેટમાંથી વોટરમાર્કના સેમ્પલ પસંદ કરવામાં આવશે અને સરકાર દ્વારા અંતિમ વિચારણા માટે મુકવા માટે આવશે. પ્રોફેસર શહાની ઈલેક્ટ્રોમેગ્નેટિક ઈન્સ્ટ્રુમેન્ટેશનના નિષ્ણાત છે અને સરકારે તેમને વોટરમાર્ક ચેક કરવાની જવાબદારી સોંપી છે. આ વર્ષે જાન્યુઆરીમાં મોદી સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
ગયા વર્ષે, RBIએ મૈસુર સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નોટ મુદ્રાન પ્રાઈવેટ લિમિટેડ અને હોશંગાબાદમાં એસપીએમસીઆઈએલની (SPMCIL) સિક્યોરિટી પેપર મિલને વોટરમાર્ક સેમ્પલ ડિઝાઈન કરવાનો નિર્દેશ આપ્યો હતો. બાદમાં RBI અને એસપીએમસીઆઈએલએ (SPMCIL) તેમના નમૂનાઓ પરીક્ષણ માટે શાહાનીને મોકલ્યા હતા. પશ્ચિમ બંગાળમાં જન્મેલા ટાગોરનું નામ સમગ્ર વિશ્વમાં આદર સાથે લેવામાં આવે છે, જ્યારે ડૉ. APJ કલામ દેશની મહાન હસ્તીઓમાંથી એક છે. માત્ર ગાંધી જ નહીં રાષ્ટ્રના ઘડતરમાં મહત્વપૂર્ણ ફાળો આપનારા મહાનુભાવોને યથાયોગ્ય સન્માન મળે, તેમની ભૂમિકા જન જન સુધી પહોંચે એવી ભાજપની રણનીતિ રહી છે. આ અનુસાર જ હવે ટાગોટ અને કલામને ભારતીય ચલણી નોટ ઉપર સ્થાન આપવાની વિચારણાં ગંભીરતાં પૂર્વક કરવામાં આવી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે.