બલિ એ દેવી દેવતાને કોઇપમ ચીજવસ્તુના સમર્પણની ચરમસીમાં કહેવાય છે. બલિ સૌથી મોટું દાન ગણાવાયું છે. બલિદાન શબ્દ આ કારણોસર જ ભારતીય સંસ્કૃતિમાં વ્યાપ્ત છે. જો કે જે પોતાનું હોય એને સમર્પિત કરી દેવું એ બલિદાન કહેવાય, પરંતુ કેટલાક લોકો આનો ખોટો અર્થ કાઢી ન કરવાનું કરી બેસતાં હોય છે. મધ્ય પ્રદેશના રીવામાં નરબલિનો એક કંપાવી દેનારી ઘટના જાણવામાં આવી છે. ત્રણ પુત્રીના પિતાએ પુત્ર થવાની મન્નત પૂરી થવા પર એક યુવકની બલિ આપી દીધી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરતા તેણે આ ચોંકાવી દેનારા ખુલાસા કર્યા છે.
નરબલિનો આ મામલો રીવા જિલ્લાના બૈકુંઠપુર પોલીસ સ્ટેશન અંતર્ગત બઢૌવા ગામનો છે. પ્રાચીન ફૂલમતી માતા મંદિરના ઓટલે 6 જુલાઈના રોજ એક યુવકની લાશ મળી આવી હતી. આ યુવકી ગરદન પર પાછળથી કુહાડીથી વાર કરી તેની હત્યા કરવામાં આવી હતી. સવારે ગામના લોકોએ મંદિરમાં લાશ જોઈ તો તેમણે પોલીસને આ અંગેની જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચ્યા પછી બૈકુંઠપુર પોલીસે તેની જાણકારી વરિષ્ઠ અધિકારીઓને આપી હતી. સિરમૌર એસડીઓપી નવીન તિવારી પોતાની સાથે એફએસએલ યુનિટઅને ડોગ સ્ક્વોડ ટીમને લઈને ત્યાં પહોંચ્યા હતા.
તપાસ દરમિયાન ઘટના સ્થળે એક કુહાડી મળી આવી હતી. મૃતકે કાળા રંગનું જીન્સ પેન્ટ પહેર્યું હતું, જ્યારે શર્ટ શવની નજીક પડેલું જોવા મળ્યું હતું. તપાસ માટે ફોરેન્સિક ટીમ અને સાયબર સેલની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસે હત્યાનો કેસ નોંધી લાશને સંજય ગાંધી સ્મૃતિ ચિકિત્સાલયમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ ક્યોટી ગામના 18 વર્ષના દિવ્યાંશ કોલના રૂપમાં કરવામાં આવી હતી. તપાસ પછી ખબર પડી કે આ નરબલિનો મામલો છે.
એસડીઓપી નવીન તિવારીએ કહ્યું હતું કે 32 વર્ષીય રામલાલ પ્રજાપતિએ મન્નત પૂરી થવા પર નરબલિ આપી હતી. પૂછપરછમાં આરોપી રામલાલે પોલિસને કહ્યું કે તેની ત્રણ છોકરીઓ છે. તેણે દેવી પાસે મન્નત માંગી હતી કેજો તેને આ વખતે છોકરો આવશે તો તે નરબલિ આપશે. જ્યારે ત્રણ છોકરીઓ પછી ઘરે છોકરાનો જન્મ થયો તો તેણે માંગેલી મન્નત પ્રમાણે એક યુવકની બલિ આપવાની હતી. આથી તે કોઈ છોકરાની તલાશ કરી રહ્યો હતો.
ઘટનાના દિવસે આ યુવક તેને બકરીઓ ચરાવતા મળી ગયો હતો. આજુબાજુ કોઈ ન હોવાનું જાણી તે યુવકને પોતાની સાથે બેઢૌવા ગામ સ્થિત દેવી મંદિરમાં લઈ આવ્યો હતો અને કુહાડીથી તેનું ગળું કાપીને બલિ આપી હતી. જેના પછી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપી તંત્ર-મંત્ર અને ગામમાં ઝાડ-ફૂંક પણ કરતો હતો. આ પહેલા પણ તેણે મંદિરમાં હાથ કાપીને લોહી ચઢાવી ચૂક્યો છે. પોલીસે મામલાની ગંભીરતાથી તપાસ કરી ઘટનાના અન્ય કારણોની શોધ કરવામાં લાગી ગઈ છે.