કેન્દ્ર સરકાર અને ભારતીય સેનાની અતિ મહત્વાકાંક્ષી યોજના અગ્નિપથને લઇ ભારે વિવાદ અને વિરોધ સર્જાયો છે. યુવાઓ તેમના ડાઉટ્સને લઇ અસમંજન અને ગુસ્સામાં જોવા મળી રહ્યા છે, તો સરકાર સમગ્ર તબક્કાવાર સ્થિતિ સ્પષ્ટ કરી રહી છે. આ નાજુક સ્થિતિ વચ્ચે ભારતીય વાયુસેનાએ ભરતી નૉટિફિકેશન બહાર પાડી દીધુ છે. અગ્નિપથ યોજનામાં અગ્નિવીરોની ભરતી માટે વાયુસેનાએ ડિટેલ પોતાની વેબસાઇટ પર મુકી દીધી છે. આ ડિટેલ અનુસાર, ચાર વર્ષની સેવા દરમિયાન અગ્નિવીરોની વાયુસેના તરફથી બીજી કેટલીય સેવાઓ આપવામાં આવશે, જે સ્થાયી વાયુસૈનિકોને મળનાર પ્રમાણે હશે.

એરફોર્સની વેબસાઇટ પર અપલૉડ કરવામાં આવેલી જાણકારી અનુસાર, અગ્નિવીરોની સેલેરીની સાથે હાર્ડશિપ એલાઉન્સ, યૂનિફૉર્મ એલાઉન્સ, કેન્ટિન સુવિધા અને મેડિકલ સુવિધા પણ મળશે. આ સુવિધાઓ એક રેગ્યૂલર સૈનિકોને મળે છે.
અગ્નિવીરોના સેવા કાળ દરમિયાન ટ્રાવેલ એલાઉન્સ પણ મળશે. આ ઉપરાંત તેને વર્ષમાં 30 દિવસની રજા મળશે. તેના માટે મેડિકલ લીવની વ્યવસ્થા અલગ છે. અગ્નિવીરોને સીએસડી કેન્ટિનની સર્વિસ (ચાર વર્ષ) દરમિયાન જો મૃત્યુ થઇ જાય છે, તો તેના પરિવારને ઇન્શ્યૉરન્સ કવર મળશે, આ અંતર્ગત તેના પરિવારને લગભગ 1 કરોડ રૂપિયા મળશે.
વાયુસેનાએ કહ્યું કે, વાયુસેનામાં આની ભરતી એરફોર્સ એક્ટ 1950 અંતર્ગત 4 વર્ષ માટે થશે. વાયુસેનામાં અગ્નિવીરોની એક અલગ રેન્ક હશે, જે હાલમાં રહેલી રેન્કથી અલગ હશે. અગ્નિવીરોને અગ્નિપથ સ્કીમની તમામ શરતોને માનવી પડશે. જે અગ્નિવીરોની વાયુસેનામાં નિયુક્તિના સમયે ઉંમર 18 વર્ષથી ઓછી હશ, તેને પોતાના માતા-પિતા કે અભિભાવક પાસેથી પોતાની નિયુક્તિ પત્ર પર હસ્તાક્ષર કરાવવા પડશે. ચાર વર્ષની સેવા બાદ 25 ટકા અગ્નિવીરોને રેગ્યૂલર કેડરમાં લેવામાં આવશે. આ 25 ટકા અગ્નિવીરોની નિયુક્તિ સેવા કાળમાં તેની સર્વિસમાં પરફોર્મન્સના આધાર પર કરવામાં આવશે.
વાયુસેના અનુસાર, અગ્નિવીર સન્માન અને એવોર્ડના હકદાર રહેશે. અગ્નિવીરોને વાયુસેનાની ગાઇડલાઇન્સ અનુસાર ઓનર્સ અને એવોર્ડ આપવામા આવશે. વાયુસેનામાં ભરતી થયા બાદ અગ્નિવીરોને સેનાની જરૂરિયાતો અનુસાર ટ્રેનિંગ આપવામાં આવશે.