મહંમદ પયંગબર અંગે કથિત આપત્તી જનક ટિપ્પણીના વિવાદમાં ફસાયેલા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ખાદિમ સલમાન ચિશ્તીની અજમેર પોલીસે ધરપકડ કરી છે. અજમેર પોલીસે (Ajmer Police) મોડી રાત્રે આ કાર્યવાહી કરી છે. ધમકીનો વીડિયો વાયરલ થયા બાદ સલમાન ચિશ્તી ફરાર થઈ ગયો હતો. વીડિયો વાઇરલ થતાં ભારે વિવાદ થયો અને હોબાળો મચ્યો હતો. પોલીસ ઉપર પણ આ ખાદીમને ઝડપી પાડવા ભારે પ્રેશર સર્જાયું હતું.
અજમેર શરીફ દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીએ બે મિનિટ અને પચાસ સેકન્ડના વીડિયોમાં ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને મારી નાખવાની ધમકી આપી હતી. વીડિયોમાં તે કહી રહ્યો છે કે ‘સમય સરખો નથી, નહીં તો તે બોલતો નથી, મને જન્મ આપનાર મારી માતાના સોગંદ, મેં તેને જાહેરમાં ગોળી મારી દીધી હોત, હું મારા બાળકોની કસમ, મેં તેને ગોળી મારી હોત અને આજે પણ હું છાતી ઠોકીને કહું છું, જે કોઈ નૂપુર શર્માનું ગળું લાવશે, તેને હું મારું ઘર આપીશ અને હું રસ્તામાં નીકળી જઈશ.
રાજસ્થાનની અજમેર પોલીસે અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીની મંગળવારે રાત્રે નૂપુર શર્મા વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપવાના આરોપમાં ધરપકડ કરી છે. સલમાન ચિશ્તીએ સોશિયલ મીડિયા પર નૂપુર શર્મા વિરુદ્ધ ભડકાઉ પોસ્ટ અપલોડ કરી હતી. આરોપી સલમાને નૂપુર શર્માની હત્યા કરનાર વ્યક્તિને પોતાનું ઘર જમીન આપવાની વાત કરી હતી અને નશાની હાલતમાં ઘણી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. આ સંદર્ભે, અજમેર દરગાહ પોલીસ સ્ટેશને કેસ નોંધાયો હતો. આ કેસમાં પોલીસે ત્રણ ટીમો બનાવી અને આરોપી સલમાન ચિશ્તીના ઘરની સાથે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું. જે બાદ મંગળવારે પોલીસે તેમની તપાસ ઝડપી બનાવી હતી. ત્યારબાદ આરોપી સલમાન ચિશ્તીની ખાદિમ મોહલ્લામાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી.