દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પડકારજનક ક્ષેત્રે અવનવી સિધ્ધિ, ક્રિપ્ટોકરન્સી, સોસિશયલ મીડિયા પ્લેટફોર્મ જેવા મુદ્દે વાદ વિવાદમાં રહેતાં મસ્ક આ વખતે તે પોતાની ટ્રાન્સજેન્ડર દીકરીને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં એલન મસ્કની ટ્રાન્સજેન્ડર દીકરીએ પોતાનું નામ બદલવા માટે અરજી દાખલ કરી છે. એલોન મસ્કની પુત્રીએ પોતાની અરજીમાં પોતાનું નામ બદલવાની માંગ કરતા કહ્યું હતું કે, “હું હવે મારા બાયોલોજીકલ પિતા સાથે રહેતી નથી, અને હવે હું તેમની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા નથી માંગતી.” જેથી તેણે એક અરજી દાખલ કરીને પોતાનું નામ બદલવાનો અનુરોધ કર્યો છે. ” એક ઓનલાઇન મીડિયા રિપોર્ટમાં એલોન મસ્કની પુત્રીએ પોતાનું નામ અને જન્મ પ્રમાણપત્રમાં લિંગ બદલવા માટે કોર્ટમાં દાખલ કરેલી અરજી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં મસ્કની ટ્રાન્સજેન્ડર દીકરીનું નામ જેવિયર એલેકઝેડર મસ્ક અને તેની માતાનું નામ જસ્ટિન વિલ્સન જણાવવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એલન મસ્કની ટ્રાન્સજેન્ડર પુત્રી જેવિયર એલેકઝેડર મસ્ક હાલમાં જ પોતાના પિતાથી અલગ થઈ ગઈ છે. હાલમાં જ તે 18 વર્ષની થઇ છે. જે બાદ હવે તેણે કોર્ટમાં અરજી કરી છે કે તે પોતાની નવી ઓળખને પુરુષમાંથી સ્ત્રીમાં બદલીને પોતાનું નવું નામ દાખલ કરવાનો અનુરોધ કર્યો છે. જેવિયરની વિનંતીથી તેનું નવું નામ ઓનલાઇન દસ્તાવેજમાં દાખલ કરી દેવામાં આવ્યું છે. તેની માતાનું નામ જસ્ટિન વિલ્સન છે, જેણે 2008માં એલોન મસ્ક સાથે છૂટાછેડા લીધા હતા. આ અંગે એલન મસ્ક અને તેમની પુત્રી તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. એલન મસ્ક આ દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ખરીદવા અને તેની નવી ગર્લફ્રેન્ડને લઈને ચર્ચામાં છે.