સતત વધતી મોંઘવારીથી સામાન્ય જનતા બરાબર પિસાઈ રહી છે. લક્ઝરી કહો કે સુખ, સુવિતાની વાત છોડો હવે તો જીવન જરૂરિયાતની ખાણી પીણીની વસ્તુઓના ભાવમાં પણ કમરતોડ ભાવ વધારો થઈ રહ્યો છે. આવા સંજોગોમાં જીએસટી કાઉન્સીલની મનમાનીના કારણે અમૂલની અલગ અલગ પ્રોડક્ટના ભાવમાં વધારો જાહેર કરાયો છે.મસ્તી દહીં 400 ગ્રામ કપમાં રૂપિયા 2નો વધારો, 170 મીલી છાશના પેકેટમાં રૂપિયા 1નો વધારો, અમૂલ લસ્સી 170 ગ્રામના પેકેટમાં રૂપિયા 1નો વધારો થયો છે.મસ્તી દહીં એક કિલો પાઉચમાં 4 રુપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે. આવતીકાલ મંગળવારથી જ આ ભાવ વધારો લાગુ પડશે.
મસ્તી દહીં 200 ગ્રામ કપમાં 1 રૂપિયાનો વધારો
મસ્તી દહીં 400 ગ્રામમાં 2 રૂપિયાનો વધારો
મસ્તી દહીં એક કિલો પાઉચમાં 4 રૂપિયાનો વધારો
અમૂલ છાશ 500 mlના છાશના પાઉચમાં 1 રૂપિયાનો વધારો
અમૂલ લસ્સી 170 ગ્રામ અમૂલ લસ્સી પર 1 રૂપિયાનો વધારો
ગયા મહિને યોજાયેલી બેઠકમાં GST કાઉન્સિલે વિવિધ ઉત્પાદનો પરના GST દરોમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત હવે દહીં, લસ્સી, પનીર, મધ, અનાજ, માંસ અને માછલીની ખરીદી પર આજથી 5 ટકા GST ચૂકવવો પડશે. આ સિવાય અન્ય વસ્તુઓના GST સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેને લઈ પેકેજ્ડ અને લેબલવાળા દહીં, લસ્સી, પનીર, મધ, અનાજ, માંસ અને માછલીની ખરીદી પર 5 ટકા GST વસૂલવામાં આવશે. આ કારણોસર હવે પોષક તત્વો યુક્ત ખોરાક ખાવો મોંઘો પડશે.