ચેન્નઈઃ મહાનગર ચેન્નઈમાં આવેલી મદ્રાસ IITના સંશોધકોએ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ પર આધારિત એક એવું ટુલ્સ તૈયાર કર્યું છે. જેનાથી વ્યક્તિના શરીરમાં કેન્સરના ટુલ્સને સરળતાથી ઓળખી શકાશે. ‘પીવોટ’ જે વ્યક્તિમાં કેન્સર પેદા કરતા જીન્સની આગાહી કરી શકે છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, મદ્રાસ એ આ અંગે એક વિસ્તૃત રીપોર્ટ બનાવ્યો છે.
આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સની બોલબાલા વધી રહી છે. હવે દરેક ક્ષેત્રમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે, મેડિકલ ફિલ્ડ પણ તેમાંથી બાકાત રહ્યું નથી. સારવાર અને સંભાળ જ નહીં હવે પરિક્ષણમાં પણ તેનો ઉપયોગ થવા જઇ રહ્યો છે. ચેન્નઈમાં આવેલી મદ્રાસ IITના સંશોધકોએ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ પર આધારિત એક એવું ટુલ્સ તૈયાર કર્યું છે. જેનાથી વ્યક્તિના શરીરમાં કેન્સરના ટુલ્સને સરળતાથી ઓળખી શકાશે.
શું છે આ સાધનઃ આ સાધન વ્યક્તિગત કેન્સર સારવાર વ્યૂહરચના ઘડી કાઢવામાં મદદ કરશે એવું સંસ્થાએ જણાવ્યું હતું. IIT- મદ્રાસના સંશોધકોએ વિકસાવવામાં આવેલ પીવોટ ટુલ્સમાં કેન્સર પેદા કરવા માટે જવાબદાર એવા જીન્સની આગાહી કરવા માટે રચાયેલ ચોક્કસ વસ્તુઓ તૈયાર કરવામાં આવી છે. જેનો મુખ્ય આધાર આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ પર છે.
આ આગાહી એવા મોડેલ પર આધારિત છે કે જે બદલાયેલ જીન્સની અભિવ્યક્તિને કારણે જૈવિક નેટવર્કમાં પરિવર્તનો, જીન્સના એક્સપ્રેશન અને જીન્સમાં નકલ સેલની વિવિધતા અને વિક્ષેપ પરની માહિતીનો ઉપયોગ કરે છે. આ સંશોધનનાં તારણો પીઅર-સમીક્ષા કરેલ જર્નલ ફ્રન્ટિયર ઇન જીનેટિક્સમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, કેન્સર વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. જોકે, આ શોધ કેન્સરને ભવિષ્યમાં નાબુદ કરવામાં મોટી અને મહત્ત્વની સાબિત થઈ શકે છે.