Tuesday, March 28, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » કડોદરામાં વેપારી સાથે ચિટિંગમાં બટુક સોનપાલને જામીન, કોર્ટે આપ્યો આકરી શરતોનાં પાલનનો આદેશ…

કડોદરામાં વેપારી સાથે ચિટિંગમાં બટુક સોનપાલને જામીન, કોર્ટે આપ્યો આકરી શરતોનાં પાલનનો આદેશ…

by Admin
June 15, 2022
in ગુજરાત લાઈવ
Reading Time: 1min read
A A
કડોદરામાં વેપારી સાથે ચિટિંગમાં બટુક સોનપાલને જામીન, કોર્ટે આપ્યો આકરી શરતોનાં પાલનનો આદેશ…
8
SHARES
Share on FacebookShare on Twitter

સુરત : કડોદરા નગરના નામી વેપારીના સ્વર્ગસ્થ પિતાએ આઠ વર્ષ અગાઉ મિત્ર બટુક સોનપાલને ધંધા અર્થે ઓછીના ટુકડે ટુકડે 19 લાખ રૂપિયા ચેક દ્વારા આપેલા હતા. જો કે સોનપાલે આ રકમ તો પરત કરી જ નહીં પરંતુ પિતાના મૃત્યું બાદ પૂત્રએ ઉઘરાણી કરી તો ખોટા ચેક પકડાવી દીધા હતાં. ચેક રિટર્ન થતાં કરાયેલી પોલીસ ફરિયાદની તપાસ વેળા સોનપાલે લેણું ચૂકવાઇ ગયાનું ખોટુ લખાણ રજુ કર્યું હતું. આ વાતનો પોલ ખુલતાં મોદીની ફરિયાદના આધારે સોનપાલ સામે ગુનો નોધી ધરપકડ કરાઇ હતી. પખવાડિયાથી જેલવાસ ભોગવતાં સોનપાલને કોર્ટે આકરી શરતોને આધિન જામીન આપ્યા હતાં.

મળતી માહિતી અનુસાર કડોદરા નગર ખાતે અંબિકા જનરલ સ્ટોર્સ નામની હોલસેલમાં ચીજવસ્તુઓ દુકાન ચલાવતા જીજ્ઞેશભાઈ સનમુખભાઈ મોદીના પિતા સનમુખભાઈ નાનુભાઈ મોદીએ 2014 ના વર્ષમાં તેમના મિત્ર બટુકભાઈ બાબુભાઇ સોનપાલ નાઓને ધંધા અર્થે મદદ રૂપ માટે ટુકડે ટુકડે ચેક દ્વારા 19 લાખ રૂપિયા આપ્યા હતા જે રૂપિયા એક જ વર્ષમાં બટુકભાઈએ સનમુખભાઈને પરત આપવાનો વાયદો કર્યો હતો રૂપિયાની સેફટી પેટે બટુકભાઈએ સનમુખભાઈને ચેક આપ્યો હતો ઓછીના રૂપિયા બટુકભાઈએ વાયદા પ્રમાણે નહિ ચૂકવતા સનમુખભાઈ મિત્ર બટુક સોનપાલ પાસેથી વખતો વખત ઉઘરાણી કરતા હતા 2018ના વર્ષમાં એક ગોઝારા અકસ્માતમાં સનમુખભાઈ મોદીનુ મોત નીપજ્યું હતુ જે બાદ તેના પુત્ર જીજ્ઞેશભાઈ મોદીએ બટુકભાઈ પાસેથી પિતાએ આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા આજદિન સુધી એકપણ રૂપિયા આપ્યા ન હતા.

બટુક સોનપાલે આપેલ 11.5 લાખનો ચેક જીજ્ઞેશભાઈ મોદીએ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં બેંકમાં ડિપોઝીટ કરાવતા રિટર્ન થયો હતો જેથી જીજ્ઞેશભાઈ મોદીએ કાયદાકીય રીતે કડોદરા પોલીસ મથકમાં વાયદાઓના વેપાર કરતાં આવેલા બટુકભાઈ સોનપાલ વિરુદ્ધ અરજી કરી હતી. આ ફરિયાદની તપાસ કરતી પોલીસે જવાબ માટે સોનપાલને તેડાવ્યો હતો. એ સમયે બટુકભાઈ બાબુભાઇ સોનપાલે ” બાકી રકમ પેટે લેવાના રૂપિયાના બદલામાં સોનાના દાગીના મળી ગયા છે અમારે હવે કોઈ રૂપિયા બાકી નથી હિસાબ ચુકતે ” એવું લખાણ પોલીસ સમક્ષ રજુ કર્યું હતું.

સોનપાલે રજુ કરેલા લખાણમાં જીજ્ઞેશભાઈને શંકા વ્યક્ત કરી હતી. બટુકભાઈએ રુપિયા આપવા ન પડે એ માટે મૃત્યું પામેલા વ્યક્તિના નામે ખોટુ લખાણ કરી બોગસ સહી પણ તેણે કરી દીધી હતી. લખાણ અનુસારના કોઇ પુરાવા પણ બટુક રજુ કરી શક્યો ન હતો. પ્રાથમિક તપાસ દરમિયાન બટુક રુપિયા આપતો ન હોય જાણી જોઇને ખોટા ચેક આપ્યાનું, સાથે જ નાણાંકીય વ્યવહાર પુરો થઇ ગયાનું ખોટુ લખાણ ઉભું કર્યાનું, તેની ઉપર ખોટી સહી કર્યાનું જણાય આવ્યું હતું.

પોલીસે આ મામલે બટુક બાબુલાલ સોનપાલ સામે ઇપીકો કલમ 420, 467, 468, 471 તથા વટાઉખત અધિનિયમન1981ની કલમ 138 અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં પોલીસે સોનપાલની ધરપકડ કરી હતી. જેલવાસ ભોગવતાં સોનપાલને કોર્ટે શરતોને આધિન જામીન આપ્યા છે. સોનપાલે પોતાનો પાસપોર્ટ જમા કરાવવો, સાક્ષીઓને પ્રલોભન આપવું નહી, પ્રભાવિત કરવા નહી, દર મહિનાની પહેલી અને પંદરમી તારીખે પોલીસ મથકમાં હાજરી પુરાવવી, કોર્ટની પરવાનગી વિના ગુજરાત રાજ્યની હદ છોડવી નહી વિગેરે શરતોને આધિન જામીન આપ્યાનું જાણવા મળે છે.

Share3Tweet2Send
Previous Post

બિલ્ડરના ઘરમાંથી ચોરાયા રોકડા 1 કરોડ..!! પરિવાર કુળદેવી માતાનાં દર્શને ગયો અને તસ્કરોએ ઘર સાફ કર્યું…

Next Post

જેહાદી હિંસાના વિરોધમાં આજે રસ્તા ઉપર ઉતરશે બજરંગ દળ.. દેશભરમાં કરશે ધરણાં-પ્રદર્શન…

Related Posts

આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..
ગુજરાત લાઈવ

આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

March 27, 2023
કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…
ગુજરાત લાઈવ

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
તુ મારો દીકો છે, તારા જેવી છોકરીઓ મને બહુ ગમે..!! પિતાના મિત્રએ યુવતીને બાહુપાશમાં જકડી કર્યું એવું કે…
ગુજરાત લાઈવ

તુ મારો દીકો છે, તારા જેવી છોકરીઓ મને બહુ ગમે..!! પિતાના મિત્રએ યુવતીને બાહુપાશમાં જકડી કર્યું એવું કે…

March 22, 2023
લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…
ગુજરાત લાઈવ

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટેણિયો શૂટર ઝડપાયો, વરાછાના વેપારીને ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી…

March 21, 2023
કડોદરામાં  ગૌચર ચરી જનારા  માફિયાઓ સામે  તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…
ગુજરાત લાઈવ

કડોદરામાં ગૌચર ચરી જનારા માફિયાઓ સામે તકેદારી આયોગમાં ફરિયાદ, ખોળે બેસેલા અધિકારીઓ સામે પણ તપાસની માંગથી ખળભળાટ…

March 18, 2023
સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…
ગુજરાત લાઈવ

સટ્ટાબેટિંગમાં ક્રાઇમબ્રાન્ચનો ‘લક્ષ’ વેધ..!! રાકેશ રાજદેવનો હિસાબ સાચવતો લક્ષ ગોવાથી ઝડપાયો…

March 18, 2023
Next Post
જેહાદી હિંસાના વિરોધમાં આજે રસ્તા ઉપર ઉતરશે બજરંગ દળ.. દેશભરમાં કરશે ધરણાં-પ્રદર્શન…

જેહાદી હિંસાના વિરોધમાં આજે રસ્તા ઉપર ઉતરશે બજરંગ દળ.. દેશભરમાં કરશે ધરણાં-પ્રદર્શન…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

અમેરિકામાં 5 વર્ષની ગુજરાતી બાળકીની હત્યાનો કેસ.. નવસારીની મિયા પટેલને માથામાં ગોળી મારી હત્યા કરનારને 100 વર્ષની સજા…

March 27, 2023
આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

આર્થિક-શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ ઝેર પીધું.!! અશોક જૈન અને સાગર વાઘમારે સામે ગંભીર આરોપ..

March 27, 2023
કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी