કુદરતની ગત ન્યારી, આ કહેવત આપણે અવાન નવાર સાંભળી હશે. આપણે છાશવારે એવી ઘટનાઓનો અહેસાસ પણ કરીએ છીએ કે જે આ કહેવતના સાચી સાબિત કરે. ન્યૂયોર્ક સ્ટેટના એક કાઉન્ટીપાર્ક પાણીનો કુદરતી ધોધ આવેલો છે.બારેમાસ વહેતા આ ધોધની નીચે દીવાની જયોત છેલ્લા ૧૦૦ વર્ષથી બળ્યા કરે છે. આથી ઓ ધોધ ફલેમ ફોલ તરીકે પ્રવાસીઓમાં મશહુર છે. ધોધમાર પડતા પાણી અને તેના ભેજ વચ્ચે દીવો કેમ ઓલવાતો નથી તે ઘણાને રહસ્યની વાત લાગે છે.

આ એક ઢળતી સાંજના અજવાળામાં દીવાની જયોતનો રેલાતો પ્રકાશ એક સુંદર નજારો ઉભો કરે છે. એક સમયે તો સ્થાનિક લોકો આને કોઇ દૈવી ચમત્કાર માનતા હતા. ચમત્કારની વાતો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર કહો કે કારણ પણ બની હતી. પાણી અને આગના આ સંગમ સ્થળ અંગે અનેક સંશોધનો અને અટકળો થઇ છે. જેમાં ઇન્ડિયાના યુનિર્વસિટીના પ્રોફેસર વૈજ્ઞાાનિકોની વાત લોકોને વધારે ગળે ઉતરે તેવી છે.

વૈજ્ઞાનિકોનું માવનું છે કે પહાડોની ઉપરની સપાટી પર વહેતા પાણીના ધોધની સાથે આ જમીનના પેટાળમાં નેચરલ ગેસ હોવો જોઇએ. આ નેચરલ ગેસના દબાણના કારણે આસપાસના પથ્થરનું ટેમ્પરેચર ગરમ રહે છે. આથી આ સ્થળે વોટર અને હિટર એવી બે સ્થિતિ એક સાથે જ જોવા મળે છે. ઝરણા પાસે ગેસ લીકેજના પીન પોઇન્ટ પર કોઇએ અજાણતા આગ લગાડી હોવી જોઇએ, એ પછી નિરંતર બહાર આવતો જતો ગેસ બળવાથી સેંકડો વર્ષોથી આ અખંડ જયોત જલ્યા કરે છે. આ જયોત એટલી મજબુત છે કે તેને ચોમાસુ,શિયાળો કે વાવાઝોડાની પણ કોઇ જ અસર થતી નથી.