ભુવનેશ્વર: ઓડિશાના ઢેંકનાલ જિલ્લામાં લગ્નેતર સંબંધની શંકામાં એક જૂનુની પતિએ તેની પત્નીનું માથું વાઢી નાખ્યું હતું. આશ્ચર્યની વાત છે, કે આરોપી મહિલાનું કપાયેલું માથું લઈને લગભગ 12 કિલોમીટર દૂર ચાલીને પોલીસ ચોકી પહોંચ્યો હતો. હાથમાં મહિલાનું માથું પકડી ચૂપચાપ ચાલતાં જતાં આ વ્યક્તિનો કાળજું કંપાવનારો વીડિયો સોશિયસ મીડિયામાં વાઇરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર ઓડિશામાંથી એક સનસની ખેજ વીડિયો વાઇરલ થયો હતો. એક વ્યક્તિ રોડ કિનારે ઝડપથી ચાલી રહ્યો છે. આ વ્યક્તિના હાથમાં વાળ અને નીચે લટકતું મહિલાનું માથુ છે. આ વીડિયો ઢેંકનાલ જિલ્લાનો હોવાનું બહાર આવ્યું છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આરોપીની ઓળખ નાકાફોડી માંઝી ઉર્ફે જાંડા તરીકે થઈ છે, જે તેની પત્ની ચંચલાના ચરિત્ર પર શંકા કરતો,અને ઘણીવાર આ બાબતે તેની સાથે ઝઘડો કરતો. ગુરુવારે લડાઈ વખતે ગુસ્સામાં, તેણે તિક્ષ્ણ હથિયાર વડે પત્નીનું માથું કાપી નાખ્યું હતું. બર્બરતાંપૂર્વક ધડથી માથું અલગ કર્યા બાદ એ નાકાફોડીએ જે કર્યું એ વધું આઘાત જનક કહો કે કાળજું કંપાવનારુ હતું.
નાકાફોડી તેની પત્નીનું કપાયેલું માથું લઇ સરેંડર થવા ગોંદિયા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેના ઘરથી પોલીસ મથક બારેક કિલોમીટરના અંતરે છે. આટલું અંતર તે હાથમાં પત્નીનું માથું લઇને ચાલ્યો હતો. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જયારે આરોપી કપાયેલું માથું લઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો, ત્યારે ઝડપાઈ ગયો હતો.
સ્થાનિકોએ પોલીસને જાણ કરતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કપાયેલું માથું બરામત કર્યુ હતું. જોરાંડા પોલીસે કેસ નોંધીને માંઝીની ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલ લોહીવાળું હથિયાર પણ કબજે કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મહિલાને બે પુત્રો છે. જેમાંથી એક પરિણીત છે, હાલ વધુ તપાસ ચાલુ છે.