ગુજરાતીઓએ ‘રવેડી સંસ્કૃતિ’ની લાલચમાં આવવું જોઇએ નહી, અને આવશે પણ નહીં. કારણ કે તેનાથી રાજ્ય અને દેશના હાલ-હવાલ શ્રીલંકા બની શકે છે. જે હાલ ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે બુધવારે કોઇનું નામ લીધા વિના આ ઉદબોધન કર્યું હતું, પરંતુ તે સ્પષ્ટ છે કે તે આમ આદમી પાર્ટી અને તેના સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધી રહ્યા હતા જેમણે ગુજરાતમં સત્તામાં આવશે તો વિજળી આપવાનો વાયદો કર્યો હતો.
ભાજપ શાસિત રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટૅણી યોજાવવાની છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આપ પણ ચૂંટણીમાં કિસ્મત અજમાવવાની તૈયારી કરી રહ્યું છે. ગાંધીનગરમાં એક કર્યક્રમમાં સંબોધિત કરતાં ભાજપ કાર્યકર્તાઓને ‘રેવડી સંસ્કૃતિ’ના પરિણામો પ્રત્યે ચેતવ્યા અને કહ્યું કે તેનાથી શ્રીલંકા જેવી આર્થિક અને રાજકીય સંકટનો ખતરો આવી શકે છે.
તેમણે કહ્યું કે દેશમાં કેટલાક લોકો રેવડી (મફત વસ્તુઓ) વહેંચી રહ્યા છે. પરંતુ ગુજરાતના લોકો આવી રેવડીને આવી સંસ્કૃતિથી ગુમરાહ થવું જોઇએ નહી. શું આ લોકો (આપ) ગુજરાતને શ્રીલંકા બનાવવા માંગે છે? આપણે આવા લોકોને જડબાતોડ જવાબ આપવો જોઇએ. પાટિલ પ્રદેશ ભાજપ પ્રમુખની બીજી વર્ષગાંઠ પર કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા.
પાટીલે વધુંમાં કહ્યું કે ”ભાજપ કાર્યકર્તા લોકોને સમજાવો અને તેમને રેવડી સંસ્કૃતિના પરિણામો વિશે ચેતવો. આપણે ટીવી પર શ્રીલંકાની સ્થિત જોઇ શકીએ છીએ જે ચિંતાજનક છે. આ મફતમાં વસ્તુઓ આપવાના લીધે આવું થયું છે. રાષ્ટ્ર પ્રમુખ સુધી દેશમાંથી ભાગવું પડ્યું. સીઆર પાટીલે આગળ કહ્યું કે શ્રીલંકાના લોકોને ભોજન, દવાઓ અને ઇંધણ મળી રહ્યા નથી. આજે આપણે તેની મદદ કરવાની સ્થિતિમાં છીએ. પરંતુ જોઇ રેવડી વહેંચવાના તેમના માર્ગે ચાલ્યા તો આપણે તે સ્થિતિમાં પહોંચી જઇશું. આપણે ગુજરાતને શ્રીલંકા બનવા દેવું નથી.
સીઆર પાટીલે કહ્યું હતું કે સંવાદ કરવા હું આવ્યો છું, આપના પ્રશ્નોનું નિરાકરણ થાય એ હેતુ છે. સારા સૂચનો પણ આપની પાસેથી મેળવી અમે એનો અમલ કરીએ એવો પ્રયાસ છે. લેખિત રજૂઆત મળી છે. ભરવાડ સમાજની રજૂઆત હતી પણ એમનો પ્રશ્ન આગામી સમયમાં હલ થશે. દરજી સમાજે જમીન માગી છે, અન્ય સમાજ દ્વારા શિક્ષણ માટે જમીન માગવામાં એવી છે, એ માટે કલેક્ટરના કામ ચાલી રહ્યું છે. ખાતરી આપુ છું કે તમામ પ્રશ્નો લેખિત સ્વરૂપે આપો, સરકારના મંત્રીઓ પાસેથી નિર્ણય લેવા માટે વિનંતી કરીશું.
આપણને ઘણું મળ્યું છે, કેટલાક તો રજૂઆત કરે છે, એ પક્ષ સાથે છે. તમે દબાણ કરશો તો જ મળશે, એવું મનમાંથી કાઢી નાંખો. આ એવી માત્ર એક પાર્ટી છે, જે સૌની ચિંતા કરે છે. 2 કરોડ 47 લાખ દિવ્યંગોને પણ મદદ કરી છે. કોંગ્રેસ પ્રાદેશિક પક્ષ બન્યો છે, પરિવાર પૂરતો સીમિત છે. એનસીપી, શિવસેના, સપા એ બધા પોતાના પ્રદેશ પૂરતી ચિંતા કરી પરિવાર માટે ચિંતા કરે છે. ભાજપ એકમાત્ર પક્ષ છે, પીએમ સૌને સાથે આગળ લઈ જઈ રહ્યા છે
જગદીશ ઠાકોરના નિવેદન પર આપી આવી પ્રતિક્રિયા
સી.આર. પાટીલે જગદીશ ઠાકોર દ્વારા લઘુમતી મામલે અપાયેલા નિવેદન પર કહ્યું હતું કે પીએમ એ સૌનો સાથે સૌનો વિકાસ મંત્ર આપ્યો છે, એના પર આગળ વધીએ છીએ. અમારા માટે દરેક સમાજ સરખા છે. દેશના તમામ સંસાધન પર દરેકનો સરખો અધિકાર છે. અમે એક સમાજને ખુશ કરવાનો પ્રયાસ કરતા નથી, કરીશું પણ નહીં. ડિસેમબર 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસની હાર એમને દેખાઈ રહી છે. લઘુમતીના નામે શહીદ થવાનો પ્રયાસ છે, એમને નુકસાન થશે, એ માની ચૂક્યા છે. એમના આવા બેફામ નિવેદન વારંવાર સામે આવે છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડબલીયા છે.