પટના : બિહારના મુઝફ્ફરપુરમાં પત્રકાર રાજદેવ રંજન હત્યાકેસમાં સીબીઆઇ દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ કરતી ઘટના શુક્રવારે ઘટી હતી. આ કેસમાં મહત્વની સાક્ષી એવી બદામીદેવી મૃત્યું પામી હોવાનો રિપોર્ટ કોર્ટમાં કરાયો હતો. CBI દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી એવી મહત્વની મહિલા સાક્ષી બાદામીદેવી શુક્રવારે મુઝફ્ફરનગર સિવિલ કોર્ટમાં જજ સમક્ષ હાજર થઈ. તેમણે જજની સામે આવીને કહ્યુ, હુજૂર, હુ જીવિત છુ. મને સીબીઆઈ વાળાએ મૃત જાહેર કરી દીધી છે. હવે કોર્ટે સીબીઆઈ પાસે સ્પષ્ટીકરણ માગ્યુ છે. ડેથ રિપોર્ટ કરાયો હતો એ મહિલા કોર્ટમાં ઉપસ્થિત થતાં તપાસ એજન્સી સીબીઆઈની ઘણી ટીકા થઈ.
આ કેસ સીવાનના પત્રકાર રાજદેવ રંજન હત્યાકાંડ સાથે જોડાયેલો છે, જેમાં મહિલા બાદામી દેવી સાક્ષી છે. સીબીઆઈએ 24 મે એ કોર્ટમાં બાદામી દેવીને મૃત ગણાવતા રિપોર્ટ દાખલ કર્યો હતો. આ જાણકારી જ્યારે બાદામીને મીડિયાના માધ્યમથી મળી તો તે ખૂબ દુખી થઈ. તે આજે સ્વયં કોર્ટમાં ઉપસ્થિત થઈ અને કહ્યુ, હુ જીવિત છુ. એટલુ જ નહીં, મહિલાએ કોર્ટ સમક્ષ આઈકાર્ડ, પાનકાર્ડ, વોટર આઈ કાર્ડ બતાવ્યુ. આની પર કોર્ટે સખત વાંધો વ્યક્ત કરતા સીબીઆઈ
ને શોકોઝ નોટિસ જારી કરી છે. આ તે મહિલા છે, જેના ઘરે આરોપી કબ્જો કરવાના ફિરાકમાં હતા. પત્રકાર રાજદેવ રંજન આને લઈને સતત અવાજ ઉઠાવી રહ્યા હતા. આ વાતને લઈને આરોપિત લંડન મિયાં સહિત અન્યએ નક્કી કર્યુ હતુ કે પત્રકારની હત્યા બાદ જ ઘરે કબ્જો થઈ શકે છે. જે બાદ પત્રકાર રાજદેવ રંજનની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
બાદામી દેવીએ જણાવ્યુ, મારી ઉંમર 80 વર્ષ પાર કરી ચૂકી છે પરંતુ જ્યારે સાંભળ્યુ કે મને મૃત જાહેર કરી દેવાયા છે ત્યારે અમે ઘણા દુખી થયા. આ બધુ આરોપીઓની મિલીભગતથી થયુ છે. એડવોકેટ શરદ સિન્હાએ સીબીઆઈ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યુ, આ મોટી બેદરકારી છે. દેશની સૌથી મોટી તપાસ એજન્સી જો આ રીતે કામ કરશે તો શુ થશે? સીબીઆઈએ સાક્ષી સાથે સંપર્ક સાધ્યો નહીં અને મહિલાને મૃત જાહેર કરી દેવાયા. એટલુ જ નહીં, કોર્ટમાં રિપોર્ટ પણ સબમિટ કરી દેવાયો. જેમાં ક્યાંક ને ક્યાંક ષડયંત્ર થયુ હોવાની શંકા છે. ઉલ્લેખનીય છે કે 13 મે 2016એ સીવાનના સ્ટેશન રોડમાં ગોળી મારીને રાજદેવ રંજનની હત્યા કરી દેવાઈ હતી. તપાસ બાદ સીબીઆઈએ પૂર્વ સાંસદ મો. શહાબુદ્દીન સહિત આઠ આરોપીઓ સામે વિશેષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.