હિન્દુ પંચાગ અનુસાર ચતુર્માસની શરૂઆત અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીએ થાય છે. માનવામાં આવે છે કે, આ દિવસો દરમિયાન ભગવાન વિષ્ણુ 4 મહિના પોઢે છે. આ ચાર મહિના છે શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તિક. જ્યા સુધી ચતુર્માસ ચાલતો હોય ત્યા સુધી લોકો સારા કામ શરૂ નથી કરતા. માનવામાં આવે છે કે, આ દિવસો દરમિયાન કરેલા કામનું પરિણામ અશુભ મળે છે. આજથી શરૂ થતા ચતુર્માસની સમાપ્તિ 4 નવેમ્બરના રોજ થાય છે.
ચતુર્માસ 2022 ની તિથિ
- ચતુર્માસ 10 જુલાઈથી શરૂ થાય છે
- ચતુર્માસની સમાપ્તિ 4 નવેમ્બરે થાય છે
ચતુર્માસ દરમિયાન શુભ કાર્યો વર્જિત હોય છે, પરંતુ ધાર્મિક કાર્યો કરી શકાય છે. આ સમય પૂજા, ઉપવાસ વગેરે માટે સૌથી સારો માનવામાં આવે છે. એવી પણ લોકવાયિકા છે કે, આ મહિના દરમિયાન કરેલા સારા કામોનું ફળ સારુ મળે છે.
- આ 4 મહિનામાં લગ્ન સમારોહ, બાળકનું નામકરણ, ઉદ્ઘાટન, મુંડન વગેરે જેવા શુભ કાર્યો વર્જિત છે.
- ચતુર્માસ દરમિયાન કોઈથી જૂઠ્ઠુ ન બોલવુ જોઈએ.
- આ વ્રત દરમિયાન દૂધ, તેલ, રીંગણ, પાંદડાના શાકભાજી, નમકીન કે મસાલેદાર વસ્તુનું સેવન વર્જિત હોય છે.
- ગાદલાનાં બદલે જમીન પર સૂવાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે.
- આ ચાર મહિનામાં તુલસી માતાની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે.