ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા ડો.હોમી જહાંગીર ભાભા અને દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની અમેરિકન ગુપ્તચર સંસ્થા CIA દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ દાવો તાજેતરમાં લખાયેલા પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ટ્વિટર પર તેના બે પેજ વાયરલ થયા છે. જેમાં અમેરિકાના એક ગુપ્તચર અધિકારીને ટાંકીને આ દાવો કરવામાં આવ્યો છે. આ પુસ્તકના લેખક ગ્રેગરી ડગ્લાસ છે. તેણે આ દાવો પોતાના પુસ્તકમાં અમેરિકાના પૂર્વ ગુપ્તચર અધિકારી રોબર્ટ ક્રોલીને ટાંકીને કર્યો છે. આ પુસ્તકના બે પેજ ટ્વિટર પર વાયરલ થયા છે.
આ પુસ્તકમાં એવું લખવામાં આવ્યું છે કે, CIAએ વિશ્વને પરમાણુ દુર્ઘટનાથી બચાવ્યું. રોબર્ટને એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે જે ભારતીયો ગાયને પ્રેમ કરતા હતા અને તેઓ કેટલા હોંશિયાર હતા તે અંગે હસતા હતા. તે પણ પરમાણુ શક્તિ બનવાના માર્ગે હતો. પુસ્તકમાં રોબર્ટને ટાંકવામાં આવ્યું છે કે, તેઓ ભાભાને ‘જોકર’ કહીને સંબોધતા હતા. રોબર્ટના કહેવા પ્રમાણે, તે ‘ભારતીય’ એ નક્કી કર્યું હતું કે ભારતે પરમાણુ મહાસત્તા બનવાવી છે.
રોબર્ટે લેખક ડગ્લાસને કહ્યું કે, ભારતીયનું નામ હોમી ભાભા હતું. તેમના મતે તે માણસ અમેરિકા માટે ખતરનાક હતો, પરંતુ એક દિવસ તે અકસ્માતમાં શિકાર બની ગયો. અમારી મશ્કેલીઓમાં વધારો કરવા તે વિયેના જઇ રહ્યો હતો. તેમનું વિમાન 707 બોમ્બ ધડાકાનો શિકાર બન્યું હતું. તે આલ્પ્સ પર્વતમાળામાં ટેકરીઓ સાથે અથડાયું હતું. લેખક વધુમાં જણાવે છે કે રોબર્ટે એમ પણ કહ્યું હતું કે તે વિમાનને વિયેના ઉપરથી ઉડાવી શક્યો હોત, પરંતુ તેણે તેમ કર્યું ન હતું. કારણ કે એક ટેકરીની ટોચ ઉપર અથડાવી વિમાનને નષ્ટ કરવા માંગતો હતો.
આવી જ રીતે દેશના બીજા મહત્વપૂર્ણ વ્યક્તિ એટલે કે વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીના અપમૃત્યુંની વાત પણ રોબર્ટને ટાંકી લેખકે પુસ્તકમાં લખી છે. તેમના વિશે કહેવામાં આવ્યું છે કે, શાસ્ત્રી પરમાણું કાર્યક્રમના સમર્થક હતાં અને તેઓ ભાભાને ખૂબ પ્રોત્સાહિત જ નહીં મદદ પણ કરતાં હતાં. તેથી જ બંને હટાવવા ખૂબ જરુરી હોવાનું એ સમયે તેમને લાગતું હતું. તેમણે એમ પણ લખ્યું છે કે, રોબર્ટ ભારતમાંથી ચોખાની ખેતીને પ્રભાવિત કરવા માંગતો હતો. જેથી અહીંના લોકો સામે ખોરાકની સમસ્યાનો સામનો કરવો પડે. અને ભારતમાં અંધાધૂંધી ફેલાય, રાજકીય કટોકટી સર્જાય.
ડો.હોમી ભાભા જહાંગીર ભાભા પરમાણું કાર્યક્રમના પિતા છે. ભારતમાં પરમાણું ઉર્જા કાર્યક્રમને આગળ ધપાવવાનો સંકલ્પ લેનાર તેઓ પ્રથમ વૈજ્ઞાનિક હતાં. તેમનો જન્મ મુંબઇના પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતા વકીલ હતાં. તેમણે ઇંગ્લેન્ડમાં મેકિનીકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. જ્યાંથી તેમણે 1927માં ડિગ્રી મેળવી હતી.