ટીવીની ચર્ચા દરમિયાન ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા કરાયેલી મોહમ્મદ પયંગબર વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીને લઇ શરુ થયેલો વિવાદ આંતરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે. ઇસ્લામિક રાષ્ટ્રોએ પણ વિવાદમાં ઝંપલાવી આકરી ટીકા ટીપ્પણી કરી છે. હવે આ વિવાદમાં આતંકી સંગઠન અલ કાયદા પણ કૂદ્યું છે. અલકાયદા દ્વારા ભારતના મોટા શહેરોમાં આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીને લઇ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
હિન્દુંઓના આરાધ્યદેવ મહાદેવ વિરુધ્ધ હીન કક્ષાની વાતોથી ઉશ્કેરાઇ નૂપુર શર્માએ મહંમદ પયંગબર અંગે કરાયેલી ટીપ્પણીના વિવાદને સુનિયોજીત રીતે વેગ આપવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉભી થયેલી ભારતની છબી ધાર્મિક કટ્ટરવાદથી ખરડવાનો કારસો રચાયો છે. ભારતને નીચા જોવું થાય એ માટે રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય સંસ્થા, સંગઠનો, રાજકીય પક્ષો મેદાને પડ્યા છે. હવે આ શ્રેણીમાં આતંકવાદી સંગઠન અલ કાયદા પણ ઉતર્યું છે. અલકાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપી છે. અલ કાયદાએ 6 જૂને જારી કરેલા તેના સત્તાવાર પત્રમાં ધમકી આપી છે કે તે ગુજરાત, યુપી, મુંબઈ અને દિલ્હીમાં આત્મહત્યા કરવા તૈયાર છે. ટીબીની ચર્ચા દરમિયાન ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીને લઈને અલ કાયદા દ્વારા આ ધમકી આપવામાં આવી છે.
અલ કાયદાએ કહ્યું કે તે “પયગમ્બરના સન્માન માટે લડવા” માટે દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આત્મઘાતી હુમલા કરશે. અલકાયદાના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “અમારા પ્રોફેટનું અપમાન કરનારાઓને અમે મારી નાખીશું અને અમારા પયગંબરનું અપમાન કરવાની હિંમત કરનારાઓને ઉડાવી દેવા માટે અમે અમારા શરીર અને અમારા બાળકોના શરીર પર વિસ્ફોટકો બાંધીશું.” … ભગવા આતંકવાદીઓએ હવે રાહ જોવી પડશે. તેમનો અંત દિલ્હી, બોમ્બે, યુપી અને ગુજરાતમાં.”
તેના પત્રમાં, આતંકવાદી સંગઠને કહ્યું, “થોડા દિવસો પહેલા એક હિન્દુત્વ પ્રચારકે ટીબીની ચર્ચા દરમિયાન ઇસ્લામ અને પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું હતું. તેમના નિવેદનોએ વિશ્વભરના મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. [તેમની] કોઈ માફી કે દયા નથી.” મળશે નહીં. આ બાબત નિંદા અથવા દુ:ખના શબ્દોથી બંધ કરવામાં આવશે નહીં. અલ કાયદાએ વધુમાં કહ્યું કે અમે પયગંબરનાં અપમાનનો બદલો લઈશું. અમે અન્ય લોકોને લડાઈમાં જોડાવા માટે કહીશું.