દિલ્હી : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે દિલ્હીમાં પહેલી ટી-20 મેચ રમાઈ. આ મેચમાં ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં ભારતે 211 રન બનાવ્યા હતા અને દ. આફ્રિકાના જીત માટે 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમે 19.1 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલર અને ડેર ડ્યુસેને તોફાની ઇનિંગ્સ રમી હતી. ડ્યુસેને અણનમ 75 રન બનાવ્યા હતા. આ દરમિયાન બીજા એક માઠા સમાચાર આવી રહ્યા છે. સાઉથ આફ્રિકાના બેટ્સમેન એડન મરકર્મ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. આ મેચમાં હાર સાથે જ સતત સૌથી વધું 13 મેચ જીતવાનો રેકર્ડ સર્જવાનું ટીમ ઇન્ડીયાનું સ્વપ્ન પણ રોળાયું હતું. જો કે ઓછી ઉંમરે ટીમ ઇન્ડીયાના કેપ્ટન બનવા મામેલ ઋષભ પંતે ધોનીનો રેકર્ડ તોડ્યો હતો. હવે સુરેશ રૈનૈ(23 વર્ષ197 દિવસ) બાદ પંત 24 વર્ષ ઉંમરે કેપ્ટન બનનારો બીજો ખેલાડી બન્યો છે.
એડન મરકર્મનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેણી જગ્યાએ વેન પરનેલ પોતાની પ્રથમ મેચ રમ્યો હતો. મરકર્મની સાથે મેડિકલ ટીમ તેનું સતત ધ્યાન રાખી રહી છે. બંને બોર્ડના ખેલાડી કરાર મુજબ તમામ પ્રોટોકૉલ્સ ફોલો કરશે અને તેની તબિયત હાલ સારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એડન મરકર્મની તબિયત હાલ સારી છે. બાકીની ટીમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેના કારણે સીરિઝ પર કોઈ અસર પડી નથી. મરકર્મને હાલ ક્વોરંટાઈન કરવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા 212 રનના ટાર્ગેટનો પીછો કરતી આફ્રિકન ટીમ માટે ક્વિન્ટન ડી કોક અને ટેમ્બા બાવુમા ઓપનિંગ કરવા આવ્યા હતા. બાવુમા માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ડી કોકે 22 રનનું યોગદાન આપ્યું હતું. પ્રિટોરિયસ 29 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 4 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. ત્યાર બાદ ડેવિડ મિલર અને ડેર ડ્યુસેને વિસ્ફોટક બેટિંગ કરતાં દ. આફ્રિકાએ સીરીઝની પહેલી મેચ જીતી લીધી હતી.
આફ્રિકાની ઇનિંગ્સ દરમિયાન ભારત માટે અક્ષર પટેલે 4 ઓવરમાં 40 રન આપીને એક વિકેટ લીધી હતી. અવેશ ખાને 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. તેને એક પણ વિકેટ મળી ન હતી. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી. હર્ષલ પટેલે 4 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી.
પ્રથમ બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઈશાન કિશને શાનદાર ઇનિંગ રમી હતી. ઈશાને 48 બોલમાં 76 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. હાર્દિક પંડ્યાએ માત્ર 12 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. પંડ્યાની ઇનિંગમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ હતા. કેપ્ટન ઋષભ પંતે 16 બોલમાં 29 રન બનાવ્યા હતા. પંતે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ઋતુરાજે 23 રનનું યોગદાન આપ્યું હતું.