ભાભીજી ઘર પર હૈ, સિરિયલથી ખાસ્સી નામના મેળવનાર દીપેશ ભાનને અચાનક અલવિદા કહી છે. શનિવારે સાવારે ક્રિકેટ રમતા પડી ગયેલા દીપેનને તુરંત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે એ પહેલા જ તેનું મોત થયું હતું. તે શુક્રવારે મોડી રાત્રે તેનાં શોની શૂટિંગ કરી પરત ફર્યો હતો. દીપેશ ‘ભાભીજી ઘર પર હૈ’ માં મલખાન સિંહનો રોલ અદા કરતો હતો.
ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા દિપેશ ભાને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દિપેશ લોકપ્રિય ટીવી સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’માં મલખાન સિંહની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેઓ લાંબા સમયથી આ સિરિયલ સાથે જોડાયેલા હતા. અભિનેતાના અવસાનની પુષ્ટિ શોના સહાયક નિર્દેશક અભિનિતે કરી છે. દિપેશ પોતાની પાછળ પત્ની અને એક બાળકને છોડીને ગયા છે. તેઓએ વર્ષ 2019માં દિલ્હીમાં લગ્ન કર્યા હતા.
મળતી માહિતી મુજબ, દિપેશ શુક્રવારે ક્રિકેટ રમતા-રમતા અચાનક પડી ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને અહીં ડોક્ટરોએ અભિનેતાને મૃત જાહેર કર્યો હતા. સહાયક નિર્દેશક અભિનિત સાથે અભિનેતા વૈભવ માથુરે દિપેશ ભાનના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.
દિપેશના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, હાં હવે તેઓ નથી રહ્યા. આ અંગે હું કંઈ કહેવા માંગતો નથી. કારણ કે હવે બોલવા માટે કંઈ બાકી નથી. તમને જણાવી દઈએ કે, શોમાં દિપેશ અને માથુર બે મિત્રોના રોલમાં હતા અને બંનેની મિત્રતા ખૂબ જ સારી રીતે બંધાઈ ગઈ હતી.
- દિપેશે ઘણા શોમાં કામ કર્યું છે
દીપેશે દિલ્હીથી ગ્રેજ્યુએશન કર્યા બાદ સીધા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધુ હતું. અહીં તેણે એક્ટિંગનો કોર્સ પૂર્ણ કર્યા બાદ તે વર્ષ 2005માં મુંબઇ આવ્યો હતો. શૉમાં યુવતીઓ સાથે ફલર્ટ કરતો નજર આવતો દીપેશ ભાન રિઅલ લાઇફમાં પરણીત હતો. દિપેશ ભાન લાંબા સમયથી ટીવીની દુનિયા સાથે જોડાયેલા હતા. ‘ભાભીજી ઘર પર હૈ’ પહેલા તે ‘કોમેડી કા કિંગ કૌન’, ‘કોમેડી ક્લબ’, ‘ભૂતવાલા’, ‘એફઆઈઆર’ જેવા અનેક શોનો ભાગ રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે આમિર ખાન સાથે પણ કામ કર્યું છે. તે આમિર ખાન સાથે T20 વર્લ્ડ કપની જાહેરાતમાં જોવા મળ્યા હતા અને વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફાલતુ ઉટપટાંગ ચટપટ્ટી કહાની’માં કામ કર્યું હતું.