સુરત : ગૂગલ ઉપર ફેક પેજ બનાવી અલગ અલગ કુરિયર કંપની, બેંક, વોલેટ એપ્લીકેશનના ફેક કસ્ટમર કેર નંબરો મુકીને ભારતભરના ૨૦થી વધુ રાજ્યોના ૭૪૪ લોકો સાથે દોઢ કરોડથી વધુની છેતરપીંડી સામે આવી છે. નેટ સેવી કે ઓલાઇન કસ્ટમર કેર નંબર શોધનારાઓના ખિસ્સા ખાલી કરતી આ ટોળકીને સુરત પોલીસે દબોચી લીધી છે. ઝારખંડના જામતારાથી ઓપરેટ થતી આ આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે. આ આરોપીઓએ ગુગલ ઉપર VELEX કુરિયરનો કસ્ટમર કેર નંબર મેળવેલ તે મોબાઇલ નંબર ઉપર ફોન કરતા આરોપીઓએ લીંક મોકલી કુલ્લે રૂ.૧,૬૩,૯૦૩/- UPI થી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્જકશન કરીને ફરીયાદી સાથે છેતરપીંડી કરી હતી.
ઓનલાઇન ચિટિંગના કેસીસ ઉપર સાયબર સેલ વોચ રાખી રહ્યું છે. જુદી જુદી મોડસ ઓપરેન્ડીથી કરાતી ઠગાઇનો અભ્યાસ કરાઇ રહ્યો છે. આ દરમિયાન ઓનલાઇન મેળવેલા કસ્ટમર કેર નંબર ઉપર સર્વિસ મેળવવા કોલ કરનારાઓના બેન્ક એકાઉન્ટમાંથી રુપિયા ગાયબ થવાના કિસ્સાઓ બહાર આવ્યા હતાં. જેની તપાસમાં સુરત શહેરના અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટોનો ઉપયોગ થયેલ માહિતી મળી હતી. આ છેતરપીંડીમાં બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટો એનાલીસીસ કરતા સુરત શહેરના અલગ અલગ બેંક એકાઉન્ટો સમીમ અન્સારી નામનો વ્યક્તિ ઉપયોગ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સાયબર ક્રાઇમ સેલની ટીમને ઝારખંડ, જામતારા ખાતે તપાસમાં મોકલતા જામતારા ખાતેથી કુલ-૦૨ આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ (૧) મોહમ્મદ સીરાજ S/O ફકરૂદીન મંજુરમીંયા અંસારી રહે. જામતારા (ઝારખંડ) (૨) મોહમ્મદ નાઝીર S/O સાબા લાલમિંયા અંસારી રહે,જામતારા (ઝારખંડ) (૩) મોહમ્મદ આરીફ S/O કરમુલમીંયા જરજીસમીંયા અંસારી હાલ રહે.સુરત મુળ રહે.જામતારા (ઝારખંડ) (૪) હેમંતકુમાર S/O સંપતીરામ જગેશ્વર રામ રહે.સુરત, મુળ રહે.આજમગઢ (ઉત્તરપ્રદેશ) (૫) અરવિંદ S/O મનજીભાઇ હરજીભાઇ જમોડ હાલ રહે.સુરત મુળ રહે.ભાવનગર (૬) અજયભાઇ S/O પરષોત્તમભાઇ માવજીભાઇ મકવાણા હાલ રહે.સુરત મુળ રહે.ભાવનગર (૭) કૌશીક S/O બાબુભાઇ દયારામ નિમાવત હાલ રહે.સુરત મુળ રહે.સુરેન્દ્રનગર (૮) શિલ્પા W/O કૌશીક બાબુભાઇ નિમાવતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ આરોપીઓ ભારતભરમાં અલગ અલગ કુરિયર કંપની જેવી કે, VELEX, DTDC courrier, Bluedart, Delhivery courier, Amazon Delivery, Amway courier, professional courier company, meesho.com, SKYKING courier વિગેરેના ખોટા કસ્ટમર કેર મોબાઇલ નંબરો ગુગલ ઉપર મુકતા હતા. કસ્ટમર તે મોબાઇલ નંબર ઉપર ફોન કરે તેઓને લીંક મોકલી અથવા એનીડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી કસ્ટમરોના બેંક એકાઉન્ટોમાંથી રૂપિયા ટ્રાન્સફર કરીને લોકો સાથે છેતરપીંડી કરતા હતા. અલગ અલગ વોલેટ એપ્લીકેશનના, બેન્ક, વીમા તથા અન્ય કંપનીઓના કસ્ટમર કેરના નામે પોતાના મોબાઇલ નંબરો મુકી ઓનલાઇન ફ્રોડ કરાઇ રહ્યું છે. તેઓ લોકો પાસે અલગ અલગ લોભામણી લલચામણી વાતો કરી સ્ક્રીન શેરીંગ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી છેતરપીંડી આચરે છે. KBC ના નામે લોકો સાથે ઓનલાઇન ફ્રોડ કરે છે.
આ ટોળકીએ ઉત્તરપ્રદેશ 106, તેલંગણા 27, રાજસ્થાન 18, મહારાષ્ટ્ર 14, દિલ્હી 20, આંધ્રપ્રદેશ 02, બિહાર 4, ચંદીગઢ 3, છત્તીસગઢ 4, હરીયાણા 4, મધ્યપ્રદેશ 2, ઓડીસ્સા 4, પંજાબ 7, તમીલનાડુ 8, ઉત્તરાખંડ 5, પશ્વિમબંગાળ 3, હીમાચલ પ્રદેશ 1, કેરલા 1, કણાાટક 1, ગુજરાત 27 અને અન્ય 12 કુલ્લે-૨૭૩ ફરીયાદ તેમાં કુલ્લે રૂ.૬૪,૮૭,૫૪૦/- ની છેતરપીંડી કરવામાં આવી છે. આ સિવાય અન્ય ૭૬ મોબાઇલ નંબરો મળી આવેલ તે આધારે નેશનલ સાયબર ક્રાઇમ રીપોટીંગ પોટાલ (NCCRP) ઉપર ચેક કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ-૪૭૧ જેટલી ફરીયાદ થયેલ હોવાનું અને તેમાં આશરે રૂ.૬૩,૫૮,૭૫૬/- ની છેતરપીંડી થઇ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ઓલાઇન ફ્રોડથી બચવા આટલું ઘ્યાન રાખો…
કોઇપણ બેંક તથા કુરીયર કંપનીના કસ્ટમર કેર નંબર ગુગલ ઉપર સર્ચ કરી મેળવવા નહીં. જે તે કંપની અથવા બેંકની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જ કસ્ટમર કેર નંબર મેળવવાનો આગ્રહ રાખવો. કોઇપણ અજાણી વ્યક્તિ દ્વારા લીંક મોકલવામાં આવે અથવા કોઇ એપ્લીકેશન ડાઉનલોડ કરાવવામાં આવે તેમાં બેંક એકાઉન્ટને લગતી વિગત ભરવી નહીં. KBC અથવા લોટરીના નામે આવતા ફોન કે મેસેજનો રીપ્લાય આપવો નહીં. કોઇપણ સ્ક્રીન શેરીંગ એપ્લીકેશન જેવી કે, AnyDesk, TeamViwer, SMS forwarder વિગેરે જેવી એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહીં.