વર્ચ્ચૂઅલ વર્લ્ડ ફેન્ટાસીથી ભરેલુ છે. કલ્પનાતીત જગતમાં રાચતાં કિશોરો, યુવાઓ જીદ્દી અને ઝનૂની બની રહ્યા છે. નિષ્ફળતાં કે રિજેક્શન પચાવી શકવાની ક્ષમતાં તેઓ ગુમાવી રહ્યા છે. કંઇક આવી જ બાબતને ઉજાગર કરતો કિસ્સો મથુરામાં બન્યો હતો. મદુરાઇના યુવકે ફેસબુક ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ નહીં સ્વિકારી રિજેક્ટ કરનારી કિશોરીને મથુરા તેણીના ઘરે જઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી. કિશોરીને છરીને ઘા ઝીંકાય રહ્યા હતાં ત્યારે બચાવવા આવેલી માતાને પણ યુવકે ગંભીર ઇજા પહોંચાડી હતી અને છરીના ઘા મારીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. બંને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મથુરાના નાગલા બોહરા વિસ્તારમાં રહેતી કિશોરીના ઘરે રવિવારે સાંજે પહોંચેલા યુવક અવિ કશ્યપ તેની પાસે લગ્નના કાર્ડમાં સંતાડીને છરી રાખી હતી. ઘરમાં પ્રવેશતાની સાથે જ અવિએ કાર્ડની અંદર રાખેલી છરી કાઢી અને યુવતીની સામે આવતાની સાથે જ ઘા ઝીંકવા માંડ્યા હતાં. અચાનક અકલ્પનીય રીતે થયેલા હુમલાથી ડઘાઇ ગયેલી કિશોરીએ મદદ માટે બૂમાબૂમ કરવા માંડી હતી. આ સાંભળી માતા સુનીતા તેને બચાવવા આવી ત્યારે યુવકે તેણીને પણ માથામાં છરીના ઘા ઝીંકી દીધા હતા. આ ખૂની હુમલા બાદ યુવકે પોતાની છાતીમાં છરો ભોંકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ રક્તરંજીત ઘટના જોઈ કિશોપીની નાની બહેન તનુ અને નાનો ભાઈ હેમંત ખૂબ ડરી ગયા હતાં.

મૃતક કિશોરીના પિતા તેજવીર સિંહ નિવૃત્ત સૈનિક છે. તે ફરીદાબાદમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. મુઝફ્ફરનગરના કુકડા (તાના મંડી) ગામનો રહેવાસી અવિ કશ્યપ રવિવારે મોડી સાંજે તેના ઘરે પહોંચ્યો હતો. તેના હાથમાં લગ્નનું કાર્ડ હતું, જેમાં ચાકુ છુપાયેલું હતું. યુવક ઘરમાં પ્રવેશતાની સાથે જ નિવૃત્ત સૈનિકની પુત્રી સોનમ (16) પર છરી વડે અનેક વાર કરવામાં આવ્યા હતા. લોહીના ખાબોચિયામાં પડેલી સોનમ જમીન પર પડી હતી. થોડા સમય બાદ તેમનું અવસાન થયું. પુત્રીને બચાવવા આવેલી માતા સુનીતાને પણ ખભા અને કમરમાં ઘા મારતા ઈજા થઈ હતી. ત્યારબાદ આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
એસપી સિટી એમપી સિંહે જણાવ્યું કે મૃતકના પિતા તેજવીરની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. ફેસબુક પર દોસ્તી કરવાની ના પાડતા એક અકળાયેલા વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો છે. જ્યારે આરોપીએ દુષ્કર્મ આચર્યું ત્યારે તે સમયે મૃતકના નાના ભાઈ-બહેન પણ ઘરે હતા. ઘટના બાદ બંને ગભરાટમાં છે. બીજી તરફ પિતા તેજવીર સિંહને સમાચાર મળતા જ ફરીદાબાદથી મથુરા પહોંચી ગયા હતા. બાળકોને પરિવાર સાથે છોડીને તેજવીર પોલીસ સ્ટેશન પહોંચ્યો. અહીં પાગલ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.