ઉનાળો એટલે ગરમી અને ઉકળાટનો સમય. તાપમાનના પારા સાથે શરીરની અંદરની ગરમી પણ વધતી રહે છે. પરસેવાથી નીતરતાં રહેતાં શરીરની વિશેષ કાળજી આવશ્યક થઇ પડે છે. ઉનાળાની ઋતુમાં શરીરને હાઇડ્રેટ અને ઠંડુ રાખવું ખૂબ જ જરૂરી છે, આ જ કારણોસર ઉનાળામાં જ્યૂશ, ઠંડાપીણાંની ખપત વધી જાય છે. જો કે આ ઠંડા પીણાંનો વધુ પડતો ઉપયોગ શરીર માટે નૂકશાનકારક સાબિત થાય છે. જો કે કેટલાક એવા પીણાં પણ છે કે જેને પીવાથી ટાઢક મળવા સાથે વજન પણ ઘટાડી શકો છો. આ સિઝનમાં ડિટોક્સ ડ્રિંક પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે, તેનાથી પેટની ચરબી તો ઓગળશે જ, પરંતુ મેટાબોલિઝમ પણ સુધરશે અને ટોક્સિન્સ પણ બહાર આવશે.
- તજ અને સફરજન
આ પીણું બનાવવા માટે સફરજનનો રસ અને તજ પાવડર મિક્સ કરો. જો તમે તેને વધુ અસરકારક બનાવવા માંગો છો, તો સફરજન સીડર વિનેગર પણ મિક્સ કરો, નિયમિત પીવાથી શરીરની ચરબી ઘટશે. - વરિયાળી ધાણા અને જીરું
આ પીણું બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં વરિયાળી, અડધી ચમચી જીરું અને ધાણાને પલાળી રાખો અને આખી રાત રહેવા દો. આ મસાલેદાર પીણું પીવાથી ચયાપચયને વેગ મળશે, જેના દ્વારા તે વજન ઘટાડવામાં મદદ કરશે. - નારિયેળ પાણી, ફુદીનો અને લીંબુ
આ પીણું તૈયાર કરવા માટે, નાળિયેર પાણી, ફુદીનાના પાન, એક લીંબુ અને એક ચમચી મધ એકત્રિત કરો. નાળિયેરનું પાણી અને તેની મલાઈ કાઢીને તેને કાપીને પાણીમાં નાખો. હવે તેમાં બાકીની વસ્તુઓ મિક્સ કરીને પી લો. આ પાચનમાં સુધારો કરશે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે. - ગાજર અને નારંગી
નારંગીમાં વિટામિન સી મળી આવે છે અને ગાજરમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. આ બંનેને મિક્સ કરીને પીણું તૈયાર કરો અને પીવો. તેનાથી પેટની ચરબી ઝડપથી ઘટશે. તેને તૈયાર કરવા માટે, 3 ગાજર, 2 મોટા નારંગી, એક ચમચી હળદર, થોડું આદુ અને લીંબુનો રસ લો અને મિક્સ કરો અને પીવો.