રાંચી: હરિયાણાના મેવાતમાં ડીએસપીને ખનન માફિયાઓએ ડમ્પર હેઠળ કચડી નાંખ્યાની શ્યાહી હજી સૂકાઇ નથી ત્યાં ઝારખંડમાં પણ આ જ પ્રકારની અતિ ક્રૂર ઘટના સામે આવી છે. રાજધાની રાંચીમાં ગુનેગારોએ મહિલા ઈન્સ્પેક્ટરને પશું તસ્કકરોએ ચડી નાખતાં ભારે ચકચાર મચી હતી. આ ઘટના રાંચીના તુપુદાના પોલીસ સ્ટેશનમાં તૈનાત લેડી ઈન્સ્પેક્ટર સંધ્યા ટોપો સાથે ચેકિંગ ઓપરેશન દરમિયાન ચેકપોસ્ટ પર ઊભી હતી. મહિલા ઈન્સ્પેક્ટર દ્વારા રોકવાનો સંકેત મળ્યા બાદ પણ ગુનેગારો રોકાયા ન હતા અને પોલીસકર્મી સંધ્યા ટોપોને કચડીને નાસી છૂટ્યો હતો.
મળતી માહિતી અનુસાર રાંચીના ગુમલા અને ખુંટી પોલીસ ગુનેગારોનો પીછો કરી રહી હતી. તેઓએ આ માટે નાકાબંધી અને વાહનચેકિંગનો મેસેજ પાસ કર્યો હતો. પશું તસ્કરો પીકઅપ વાન લઇ ભાગ્યા હોવાની બાતમી મળતાં સંધ્યા ટોપો ગુનેગારોને ઝડપી લેવા વાહન ચેકીંગ ઝુંબેશમાં જોડાઇ હતી. તેઓ રોડ ઉપરથી પસાર થતાં વાહનોને ઉભા રાખી પૂછપરછ સાથે ચેકિંગ કરી રહ્યા હતાં. આ દરમિયાન એક વહાન પૂર ઝડપે આવ્યું હતું. ઇન્સપેક્ટર સંધ્યાએ ચેકિંગ પોઇન્ટ પાસે આ વાહનને થોભવા માટે ઇશારો કર્યો હતો. વાહનની સ્પીડ ધીમી નહીં પડતાં ઇન્સપેક્ટરને મામલો શંકાસ્પદ લાગ્યો હતો. તેણી રોડ ઉપર ધસી ગયા અને વાહનને ઉભું રાખવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગુનેગારો વાહનથી તેણીને અડફેટે લઇ ફરાર થઇ ગયા હતાં. આ ગુનાને અંજામ આપ્યો હતો. ગુનેગારોના વાહનની ટક્કરથી ઈન્સ્પેક્ટર સંધ્યા ટોપ્પો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેને સારવાર માટે રિમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.