વડોદરા : મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. નદી-નાળા બે કાંઠે વહેવા માંડ્યા છે. ઠેરઠેકર વૃક્ષો ધરાશાયી થયા છે, તો રોડ-રસ્તાનું ધોવાણ પણ થયું છે. કેટલાક ઠેકાણે રેલવે ટ્રેક હેઠળની જમીન પણ ધોવાતાં ભારે નૂકશાન થયું છે. આ સ્થિતિમાં વડોદરા રેલવે પ્રશાસન દ્વારા કેટલીક ટ્રેનો કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓને ટ્રેન વિશે માહિતી લેવામાં એક વેબસાઈટ પણ આપવામાં આવી છે. ત્યારે કઈ ટ્રેન કેટલા વાગે ઉપડશે. ભારે વરસાદને કારણે, LC 4 નજીક KM 45/3-4 પર ચાંદોદ-એકતા નગર સેક્શન વચ્ચે ટ્રેકમાંથી ભારે ધોવાણ થયા છે. ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
11 જુલાઈની આ ટ્રેનો રદ કરવામાં આવી છે: 09108 એકતા નગર-પ્રતાપનગર પેસેન્જર રદ કરવામાં આવી છે, 09110 એકતા નગર-પ્રતાપનગર પેસેન્જર, 09109 પ્રતાપનગર-એકતા નગર પેસેન્જર, 09113 પ્રતાપનગર-એકતાનગર પેસેન્જર, 02947 અમદાવાદ-એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસ 11 જુલાઈએ ડભોઈ ખાતે ટૂંકી અને ડભોઈ અને એકતાનગર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.
સાબરમતી સ્ટેશનથી ટ્રેન – 12મી જુલાઈ 2022થી, ટ્રેન નંબર 22548 અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 16:50 કલાકે ઉપડશે. 13મી જુલાઈ 2022થી, ટ્રેન નંબર 12548 અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 16:50 કલાકે ઉપડશે. 16મી જુલાઈ 2022થી, ટ્રેન નંબર 15270 અમદાવાદ-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 17:55 કલાકે ઉપડશે. 11મી જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 12547 આગ્રા કેન્ટ – અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર 12:05 કલાકે (ટર્મિનેટ) સમાપ્ત થશે. 13મી જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 22547 ગ્વાલિયર-અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર 12:05 કલાકે ટર્મિનેટ (સમાપ્ત) થશે અને 14મી જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર – અમદાવાદ જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર 07:20 કલાકે ટર્મિનેટ (સમાપ્ત) થશે.