અમદાવાદ, 6 જુલાઈ…
ક્રિપ્ટો કરન્સીની કાયદેસરતા, તેને લગતા વ્યવહારો મુદ્દે ભારતીય રોકાણકારો હંમેશથી ઉચાટ અનુભવતાં રહ્યા છે. ક્રિપ્ટોના ટ્રાન્ઝેક્શન ઉપર ટેક્સ વસૂલવાની જાહેરાત પરંતુ તેની કાયદેસરતાં નકારવાની નીતિ રિતી પણ રોકાણકારોની સમજ બહાર રહી છે. તેવામાં હવે ભારતના ક્રિપ્ટો એક્સચેન્જોને ઈડીનું તેડું આવ્યું છે. એક્સચેન્જો પાસે નાણાંકીય વ્યવહારો અને ગ્રાહકો કહો કે રોકાણકારોની માહિતી માંગવામાં આવે અને પછી કાર્યવાહી કરાશે એવી વાતો રોકારણકારો ફરી વિમાસણમાં મૂકાયા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કેટલાક ક્રિપ્ટો એક્સચેન્જોને મની લોન્ડરિંગ અને ફોરેન એક્સચેન્જના નિયમોના કથિત ઉલ્લંઘન માટે સમન્સ મોકલ્યા છે. આ સપ્તાહની શરૂઆતમાં CoinDCX, WazirX અને Coinswitch Kuberને ઈડીએ નોટિસ પાઠવી છે.

CoinDCXના પ્રવક્તાએ કહ્યું, “CoinDCX એક કંપની તરીકે કાયદાનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને નિયમનકારોને દરેક સમયે સહકાર આપીશું. EDએ ક્રિપ્ટો પ્લેટફોર્મ્સ કેવી રીતે કાર્ય કરે છે તેની માહિતી અને ડેટા મેળવવા માટે ભારતના મોટા એક્સચેન્જોને નોટિસ મોકલી છે.
Coinswitch કુબેરે જણાવ્યું અમને વિવિધ સરકારી એજન્સીઓ તરફથી પ્રશ્નો મળે છે. વઝીરએક્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ મામલો કર્ણાટક હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, જ્યાં કંપની અને તેના ડિરેક્ટરોએ રિટ પિટિશન દાખલ કરી હતી અને કોર્ટે વચગાળાનો આદેશ પસાર કર્યો હતો. અમે તે આદેશનું પાલન કર્યું છે.
મીડિયા અહેવાલ અનુસાર એક એક્સચેન્જના એક વરિષ્ઠ અધિકારીએ આ વાત સ્વીકારી અને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી એક્સચેન્જને નિયમિતપણે બોલાવવામાં આવી રહ્યાં છે. અમારી પાસેથી ગ્રાહકનો ડેટા અને ટ્રાન્ઝેકશનની વિગતો માંગવામાં આવે છે. ED અને FEMA સિવાય અન્ય કેટલીક એજન્સીઓ પણ અલગ-અલગ વિગતોની તપાસ કરી રહી છે.