ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની શ્રેણીની છેલ્લી મેચ આજથી બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોવિડ 19ને કારણે ગયા વર્ષે આ મેચ રદ કરવામાં આવી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને 7મી ઓવરમાં શુભમન ગિલને આઉટ કર્યો હતો. આ પછી 18મી ઓવરમાં એન્ડરસને ચેતેશ્વર પૂજારાને પેવેલિયન મોકલ્યો હતો.
પુજારા (ચેતેશ્વર પૂજારા)ની વિકેટ લેતાની સાથે જ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ટેસ્ટ ક્રિકેટમાં એન્ડરસને સૌથી વધુ વખત ચેતેશ્વર પૂજારાને આઉટ કર્યા છે. તે અત્યાર સુધીમાં 14 વખત પૂજારાને પેવેલિયન મોકલી ચૂક્યો છે. આ સિવાય તેણે પીટર સિડલને 11 વખત, ડેવિડ વોર્નરને 10 વખત આઉટ કર્યા છે. ઉપરાંત, એન્ડરસને 9 વખત સચિન તેંડુલકર, માઈકલ ક્લાર્ક અને અઝહર અલીની વિકેટ લીધી છે. ચેતેશ્વર પુજારાની વાત કરીએ તો ઇંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં તેણે સદીઓનો વરસાદ વરસાવ્યો હતો, ઇગ્લીશ પીચ ઉપર તેણે કરેલી રનોની ગાજવીજ જોતા જ તેનું ટેસ્ટમેચમાં સિલેકશન કરાયું હતું. જો કે તે અપેક્ષા અનુસારનું પ્રદર્શન કરી શક્યો ન હતો. તેણે વધુ એક વખત સિલેક્ટર્સને નિરાશ કર્યા હતાં.

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ભારત સામે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ભારત સામે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચમાં 100 વિકેટ પૂરી કરી છે. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. ઈંગ્લેન્ડમાં ભારત સામે સૌથી વધુ વિકેટ લેવાના મામલે એન્ડરસન પ્રથમ સ્થાને છે. તેના આ રેકોર્ડની નજીક પણ કોઈ નથી. એન્ડરસન પછી સ્ટુઅર્ટ બ્રોડ આ મામલે બીજા સ્થાને છે.
રિશિડ્યૂલ મેચમાં વરસાદનું વિધ્ન પણ નડ્યું હતું. વાદળછાયું વાતાવરણ અને ભીની પીચ ઇંગ્લેન્ડના બોલરોને માફક આવી ગઇ હતી. તેમણે ભારતીય બેટિંગ લાઇનને જાણે ધ્વસ્ત કરી નાંખી હતી. સમયાંતરે વિકેટનું પતન થતાં બીજા સેસન સુધીમાં ભારત પાંચ વિકેટ ગુમાવી માત્ર 110 રન કરી શકી હતી. ભારત તરફથી શુભમ ગીલે 17, પુજારાએ 13, હનુમાન વિહારીએ 20, વિરાટ કોહલીએ 11, શ્રેયસ ઐયરે 15 રન બનાવ્યા હતાં, ઋષભપંત 18 તો રવિન્દ્ર જાડેજા 6 રને મેદાન ઉપર હતાં. ઇંગ્લેન્ડની વાત કરીએ તો બોલરોએ કમાલ કરી હતી. એન્ડરસને 3, બોર્ડ અને મેટ્ટી પોટ્સએ એક એક વિકેટ ખેરવી હતી.