મંબઇ : કોરોના રહી રહીને ઉથલો મારી રહ્યો છે. મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસના ચેપના 1,357 નવા કેસ નોંધાયા હતા અને રોગચાળાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તેમાંથી માત્ર મુંબઈમાં 889 દર્દીઓ મળી આવ્યા છે અને એક દર્દીનું મોત પણ થયું છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. એક દિવસ પહેલા, રાજ્યમાં ચેપના 1,134 કેસ નોંધાયા હતા અને ત્રણ દર્દીઓના મૃત્યુ થયા હતા. મહારાષ્ટ્રમાં શનિવારે સતત ત્રીજા દિવસે ચેપના એક હજારથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ઠાકરે કોરોનાની સ્થિતિ મુદ્દે ત્રણ દિવસ અગાઉ જ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં એક સપ્તાહમાં કોરોનાના કેસ બમણા થઈ ગયા છે. 3 જૂને સપ્તાહના અંતે 4 હજાર 883 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 27 મેના રોજ સપ્તાહના અંતે રાજ્યમાં કોરોનાના 2 હજાર 471 નવા કેસ નોંધાયા હતા. મતલબ કે એક સપ્તાહમાં રાજ્યમાં કોરોનાના કેસ બમણા થઈ ગયા છે. હાલમાં રાજ્યમાં કોવિડ-19ના 5,888 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે કહ્યું કે અત્યાર સુધીમાં ચેપના 78,91,703 કેસ નોંધાયા છે અને રોગચાળાને કારણે 1,47,865 દર્દીઓના મોત થયા છે.
કોવિડનો ભોગ બન્યા બાદ અત્યાર સુધીમાં 77,37,950 લોકો સાજા થયા છે. સંક્રમિત થયા પછી લોકોનો સ્વસ્થ થવાનો દર 98.05 ટકા છે જ્યારે રોગચાળાને કારણે મૃત્યુ દર 1.87 ટકા છે. શનિવારે નોંધાયેલા 1,357 કેસમાંથી 889 કેસ એકલા મુંબઈમાં નોંધાયા હતા. મુંબઈમાં પણ રોગચાળાને કારણે એક દર્દીનું મોત થયું છે.

શનિવારે પશ્ચિમ બંગાળમાં કોવિડ -19 થી મૃત્યુનો પ્રથમ કેસ એક અઠવાડિયા પછી સામે આવ્યો. આરોગ્ય વિભાગના અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે ઉત્તર 24 પરગણા જિલ્લાની 60 વર્ષીય મહિલાનું સંક્રમણને કારણે મૃત્યુ થયું હતું, તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતી.
આ સાથે, રાજ્યમાં કોવિડ -19 થી મૃત્યુઆંક વધીને 21, 205 થયો છે. વિભાગના એક બુલેટિનમાં જણાવાયું છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના 31 નવા કેસ નોંધાયા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા 20,19,574 થઈ ગઈ છે. આ સ્થિતિ અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ત્રણ દિવસ અગાઉ જ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોરોના ગાઇડ લાઇનનું પાલન નહી કરાય તો ફરી લોકડાઉન લગાવવું પડશે. ઠાકરેનું આ નિવેદન સ્થિતિની ગંભીરતાંનું સૂચક છે.