મહંમદ પયંગરના કથિત અપમાનના વિરોધમાં કટ્ટરપંથીઓએ શુક્રવારે નમાજ બાદ સમગ્ર દેશમાં હંગામો મચાવ્યો હતો. એક રાજકીય નિવેદનને લઇ અરાજકતાની સ્થિતિ ઉભી કરવાનો સુનિયોજીત પ્રયાસ કરાતો જોવા મળ્યો. આ સાથે જ ઇસ્લામને શાંતિનો ધર્મ માનનારાઓની આંખો ખુલવા લાગી છે. આલમ એ છે કે હવે લોકોએ કટ્ટરવાદી ઈસ્લામ ધર્મથી અલગ થઈને ધીમે ધીમે સનાતન ધર્મ (ઘર વાપસી)માં પાછા ફરવાનું મન બનાવી લીધું છે. શુક્રવારે મધ્યપ્રદેશમાં 18 મુસ્લિમો ઈસ્લામનો ત્યાગ કરીને હિંદુ બન્યા. તેમનું કહેવું હતું કે કટ્ટરતાં અને ધર્મના નામે લાદવામાં આવતાં અનેકવિધ પ્રતિબંધો ગૂંગળાવનારા લાગે છે.
રિપોર્ટ અનુસાર આ મામલો મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં સામે આવ્યો છે. આ ઘટના શુક્રવારે રતલામ જિલ્લાના આંબા ગામમાં સામે આવી છે. પુરુષોએ દાઢી કાપીને અને સ્ત્રીઓએ બુરખાને આગ લગાડીને કાયમ માટે ઇસ્લામનો અસ્વીકાર કર્યો. સ્વામી આનંદગીરી મહારાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ઘર વાપસીમાં પરિવારના વડા મોહમ્મદ શાહ રામસિંહ બન્યા હતા. જ્યારે શબનમે પોતાનું નામ બદલીને સરસ્વતી રાખ્યું છે.
આ ઘર વાપસી દરમિયાન તમામ લોકોને ગૌમૂત્રથી સ્નાન કરાવવામાં આવ્યું હતું અને જનોઈ પહેરાવવામાં આવી હતી. આ પછી તમામ લોકોએ જય મહાકાલ અને સનાતન ધર્મ કી જયઘોષના નારા લગાવ્યા હતા. આ દરમિયાન રામ સિંહના પુત્ર મૌસમ શાહને નવું નામ અરુણ, શાહરૂખ શાહને સંજય સિંહ, નઝર અલી શાહને રાજેશ સિંહ અને નવાબ શાહને મુકેશ સિંહ આપવામાં આવ્યું હતું. જ્યારે પત્ની શાયર બીનું નામ શાયરા બાઈ, શબનમનું નામ સરસ્વતીબાઈ અને પૌત્ર હીરો સાવન સિંહ છે. પરિવારના બીજા સભ્ય, હુસૈન શાહને ધરમવીર સિંહનું નવું નામ આપવામાં આવ્યું, તેમની પત્ની આશા બીનું નામ આશા બાઈ તરીકે રાખવામાં આવ્યું. એ જ રીતે અરુણ શાહનું નામ કરણ સિંહ, પત્ની મીનુ બીનું નામ મીના બાઈ, રાજુ શાહનું નામ રાજુ સિંહ અને પત્ની રંજીતાનું નામ રંજીતા બાઈ હતું.
નામકરણ બાદ પરિવારના વડા મોહમ્મદ શાહ ઉર્ફે રામ સિંહે જણાવ્યું કે તે ઔષધિઓ વેચીને ફરે છે. તેમના વંશજો 2-3 પેઢી પહેલા હિંદુ ધર્મ છોડીને મુસ્લિમ બન્યા હતા. પણ તેના મનમાં સતત મૂંઝવણ હતી. ઇસ્લામ વિશે જે કહેવામાં આવે છે તેનાથી તે સંપૂર્ણપણે વિરુદ્ધ છે. માનવતા, દેશ પ્રત્યે પ્રેમ જેવી બાબતો તેમાં જોવા જેવી નથી. ઘણા વર્ષોથી આખા પરિવારમાં એક વિચિત્ર અસ્વસ્થતા હતી. શું કરવું તે સમજાતું ન હતું.
આ પછી, તેઓ ગામમાં યોજાયેલા મહા શિવપુરાણ પાઠ દરમિયાન સ્વામી આનંદગિરીને મળ્યા અને સનાતન ધર્મમાં ઘરે પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમની ઈચ્છા જાણ્યા પછી સ્વામીજીએ મોહમ્મદ શાહને એફિડેવિટ કાયદેસર રીતે તૈયાર કરાવવા કહ્યું. આ એફિડેવિટ કર્યા પછી, તેમણે સ્વામીજીના માર્ગદર્શન હેઠળ સનાતન ધર્મ અપનાવ્યો. તેમણે કહ્યું કે ઇસ્લામ બિલકુલ ધર્મ નથી. એ ધર્માંધતાનું બીજું નામ છે. રામ સિંહે કહ્યું કે તે હવે સનાતન ધર્મમાં પાછા ફરીને પોતાના બાળકો માટે સારું જીવન બનાવી શકશે.