એકનાથ શિંદેના બળવાખોર વલણથી મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. છેલ્લા અઠવાડિયાથી ચાલી આવતાં આ ઘટનાક્રમમાં બુધવારે રાજ્યપાલની એન્ટ્રી થઇ હતી. રાજ્યપાલે ઠાકરે સરકારને વિધાનસભામાં બહુમત સાબિત કરવા કહી 30મી જુનની મુદત પણ આપી છે. આ દરમિયાન, એકનાથ શિંદેએ શિવસેનાના કેટલાક બળવાખોર ધારાસભ્યો સાથે આજે ગુવાહાટીમાં કામાખ્યા મંદિરની મુલાકાત લીધી હતી. હવે વિધાનસભામાં સંખ્યાબળ સાબિત કરવાનું હોવાથી શિંદે તેમના સાથીદારો સાથે ગોવા પહોંચી રહ્યા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ફ્લોર ટેસ્ટના રાજયપાલના નિર્ણયને કોર્ટમાં પડકારવાની વાત શિવસેના પ્રવક્તાં સંજય રાઉત દ્વારા કરાઇ છે.
એકનાથ શિંદેના બળવાખોર વલણથી મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. દરમિયાન, એકનાથ શિંદેએ શિવસેનાના કેટલાક બળવાખોર ધારાસભ્યો સાથે આજે ગુવાહાટીમાં કામાખ્યા મંદિરની મુલાકાત લીધી હતી. તે જ સમયે, મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે, ફ્લોર ટેસ્ટને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે અમે રાજ્યપાલને એક પત્ર સુપરત કર્યો છે, જેમાં તેમને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સરકારને ગૃહમાં બહુમત સાબિત કરવા કહે. આ પહેલા દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે ફડણવીસે બંને નેતાઓને મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓથી વાકેફ કર્યા હતા અને રાજ્યમાં પાર્ટીની ભાવિ વ્યૂહરચના સંબંધિત વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી.
રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ માટે કહેતાં જ શિંદે અને ઠાકરે જૂથ સતર્ક થઇ ગયા છે. તેઓએ પોતપોતાના સમર્થકોને સાચવવા સાથે તેમાં વધારો કરવાની કવાયત તેજ કરી છે. શિંદે આણી મંડળીએ આસામાના જગવિખ્યાત જાગૃત દેવસ્થાન કામાખ્યાદેવીના દર્શન કર્યા હતાં. દેવીના આશિર્વાદ લઇ આ ગૃપ ગોવા જવા રવાના થશે. બીજી તરફ ફ્લોર ટેસ્ટની વાતે ઠાકરે જુથની ઉંઘ ઉડી છે. ધારાસભ્યોની લાયકાતનો પ્રશ્ન કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે ફ્લોર ટેસ્ટ થઇ શકે નહી, એવી દલીલ સાથે હવે આ મામલાને પણ સુપ્રિમ કોર્ટમાં લઇ જવાની વાત સંજય રાઉતે કરી છે. હવે આ મામલે કોર્ટ કેવું વલણ અખત્યાર કરે છે એની ઉપર સૌની મીટ મંડાયેલી રહેશે.