અશોક સ્તંભ દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. નવા સંસદ ભવનની છત પર મૂર્તિના રૂપમાં સ્થાપિત રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભના સિંહોને કથિત રૂપે ઉગ્ર અવતારમાં દેખાડવામાં આવ્યા પછી આ વાદ-વિવાદ શરૂ થયો છે. વિરોધપક્ષોએ આ બાબતને હિંસક ગણાવી વિરોધ શરુ કર્યો છે. જેની સામે સિંહોના નવો અવતાર એ બદલાઇ રહેલા ભારતનું પ્રતિક છે એવું કહેવાય રહ્યું છે. હવે ભારત આ સિંહોની જેમ દહાડશે પણ અને જરુર પડ્યે હુમલો પણ કરશે એમ કહી સરકારની વાહવાહી કરાઇ રહી છે. વિરોધ અને સમર્થનની ભાગે દલીલોએ સોશિયલ મીડિયાને ગરમ કર્યું છે ત્યારે મૂળ અશોક સ્તંભ બનાવનાર ચિત્રકાર દીનાનાથ ભાર્ગવનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. દિગવંત ચિત્રકારના પરિવારનું કહેવું છે કે તેમણે સંવિધાનની મૂળ નકલ માટે સારનાથના અશોક સ્તંભના ફોટો બનાવતા પહેલા કોલકાતાના ઝૂમાં સિંહના ગાવ-ભાવ પર 3 મહિના સુધી નજર રાખી હતી. જેના પછી તેમણે તેને ફોટામાં ઉતાર્યા હતા.

અશોક સ્તંભનું ચિત્ર બનાવનારા દીનાનાથ ભાર્ગવની પત્ની પ્રભાએ કહ્યું કે, સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ સંવિધાનની મૂળ નકલ ડિઝાઈન કરવાની જવાબદારી રવિન્દ્રનાથ ટાગોરના શાંતિ નિકેતનના કલા ભવનના પ્રાચાર્ય અને મશહૂર ચિત્રકાર નંદલાલ બોઝને સોંપી હતી. તેણીએ કહ્યું હતું કે નંદલાલ બોઝે અશોક સ્તંભનો ફોટો બનવવાનું કામ તેમના પતિ દીનાનાથને સોંપ્યું હતું, જે તે સમયે તેમની યુવાસ્થામાં શાંતિ નિકેતનમાં કલાનો અભ્યાસ કરી રહ્યા હતા.

પ્રભા ભાર્ગવે આગળ કહ્યું કે, પોતાના ગુરુ બોઝના આ આદેશ પછી મારા પતિ સતત ત્રણ મહિના કોલોકાતાના ઝૂમાં ગયા હતા અને ત્યાં તેમણે સિંહના ઉઠવા-બેસવાની અને હાવ-ભાવ પર બારીક નજર રાખી હતી. મતલબ છે કે સંવિધાનની મૂળ નકલ માટે ભાર્ગવે ચિત્રિત અશોક સ્તંભની એક પ્રતિકૃતિ તેમના ઈન્દોર સ્થિત ઘરમાં તેમના પરિવારના લોકોએ આજે પણ સાચવીને રાખી છે. પરિવારજનોના કહેવા પ્રમાણે, ભાર્ગવે આ પ્રતિકૃતિને દેશની આઝાદીના વર્ષો પછી 1985ની આસપાસ પૂરી કરી હતી. સોનાનાં વર્કનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી આ પ્રતિકૃતિમાં જોવા મળે છે કે ત્રણે સિંહના મોં થોડા ખુલ્લા છે અને તેમના દાંત પણ જોવા મળી રહ્યા છે. તેમાં નીચેની તરફ સત્યમેવ જયતે લખેલું પણ દેખાય છે.
નવા સંસદ ભવન ઉપર મૂકાયેલી અશોક સ્તંભની મૂર્તિમાં સિંહોના હાવભાવ મૂળ કરતાં અલગ હોવાની ચર્ચા ધીરે ધીરે વિવાદનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. જો કે ભાર્ગવના વહુંએ આ સવાલનો જવાબ આપવાનો ઈનકાર કરી દીધો હતો કે સંવિધાનમાં અશોક સ્તંભના સિંહોને લઈને તેના સસરાએ બનાવેલી મૂળ તસ્વીર અને મવા સંસદ ભવનની છત પર હાલમાં સ્થાપિત મૂર્તિ એકસમાન છે કે નહીં. તેણે જવાબમાં કહ્યું હતું કે, તે કોઈ વિવાદમાં પડવા નથી ઈચ્છતી. પરંતુ કોઈ પણ વસ્તુનો ફોટો અનેતેની મૂર્તિમાં થોડો ફરક તો હોય જ છે.