નવસારી: નવસારીના સ્વાતંત્ર સેનાની અને દાંડીકૂચના એકમાત્ર છેલ્લા સાક્ષી એવા નરસિંહ નાના પટેલનું 102 વર્ષની વયે ન્યૂઝીલેન્ડમાં નિધન થયું છે. નરસિંહભાઇના નિધનના સમચાર મળતાં ગાંધીવાદીઓમાં શોક લાગણી ફેલાઇ હતી. નવસારીના જલાલપુરમાં રહેવાસી સ્વાતંત્ર સેનાની નરસિંહભાઈ નાનાભાઈ પટેલ દાંડીકૂચના એકમાત્ર છેલ્લા સાક્ષી હતાં. દેશની આઝાદીમાં સક્રિય ભૂમિકા ભજવનારા નરસિંહભાઇ પટેલ નવસારી પંથકમાં જાણીતા અને માનીતા હતાં. જ્યારે ગાંધીજી દાંડીકૂચ યાત્રા કરવા માટે આવ્યા હતા ત્યારે સતત ગાંધીજીની પડખે રહ્યા હતા. અંગ્રેજો સામે ગાંધી ચીંધ્યા માર્ગે લડ્યા હતા. નવસારી જ નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તેઓએ આઝાદી માટે આહલેક જગાવી હતી. આવા નરસિંહભાઈ નાનાભાઈ પટેલનું નિધન થતાં સમગ્ર ગાંધી વાદીઓમાં શોકની લાગણી પ્રસરી છે.
કાંઠા વિસ્તારમાં શોખની લાગણી – સોલ્ટ મેમોરિયલ સ્મારકના લોકાર્પણ આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું બહુમાન કર્યું હતું. નરસિંહભાઈ પોતાના દીકરા સાથે ન્યૂઝીલેન્ડ સ્થાયી થયા હતા. 102 વર્ષની વયે ન્યૂઝીલેન્ડ ખાતે એમનું નિધન થતા નવસારીના કાંઠા વિસ્તારમાં શોખની લાગણી વ્યાપી છે.