ગુજરાત એટીએસ ની ટીમે છટકું ગોઠવી અમદાવાદના બાપુનગરમાંથી અરવિંદસિંહ શેતાનસિંહ બીકાને મેગેઝીનમાં બે પિસ્તોલ અને 10 બુલેટ સાથે ઝડપી પાડ્યો છે. બીકાની ધરપકડને ગુજરાત પોલીસની મોટી સફળતા ગણવાય રહી છે. આ માટે પુરતાં કારણો પણ છે, બંને હાથે ફાયરિંગ કરવામાં માહેર બીકાએ ચાર વર્ષ અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર રાજેશ સુવેરા ( હાલ સુરત એસઓજી પીઆઇ) અને ચાવડા ઉપર ગોળીબાર કર્યો હતો. 17 જૂન, 2018ના રોજ સાંજે તત્કાલીન પીઆઈ રાજેશ સુવેરા અને જે.એન.ચાવડાની આગેવાની હેઠળની ક્રાઈમ બ્રાંચની ટીમે અમદાવાદની ભાગોળે કઠવાડા વિસ્તારમાં આવેલા નીલકંઠ એપાર્ટમેન્ટમાં છૂપાયેલી ટોળકીને ઘેરી લેતા બીકા અને તેની ટોળકીએ ફાયરિંગ કર્યું હતું.

અરવિંદ ડીઆઈજી એટીએસ દીપન ભદ્રને અરવિંદસિંહ બીકા અંગે જણાવ્યું હતું કે, તે આંતર રાજ્ય ગુનેગાર છે. લૂંટ, અપહરણ, હત્યા, હત્યાનો પ્રયાસ જેવા સંગીન ગુનાઓનું લાંબુ લીસ્ટ તેના નામે છે. ભદ્રને વધુંમાં કહ્યું કે બીકાએ ઝડપવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાર વર્ષ અગાઉ વિશેષ ઓપરેશ હાથ ધર્યું હતું. 17 જૂન, 2018ના રોજ સાંજે તત્કાલીન પીઆઈ રાજેશ સુવેરા અને જે.એન.ચાવડાની આગેવાની હેઠળની ક્રાઈમ બ્રાંચની ટીમે અમદાવાદની ભાગોળે કઠવાડા વિસ્તારમાં આવેલા નીલકંઠ એપાર્ટમેન્ટમાં છૂપાયેલી બીકા અને તેની ટોળકીને ઘેરી લીધી હતી. બીકા પાસે ગમે તે હથિયાર હોય શકે, તે અને તેના પન્ટરો ફાયરિંગ કરવામાં ક્ષણનોય વિચાર કરતાં ન હોવાનું જાણવા છતાં સુવેરા અના ચાવડાએ બહાદૂરી પૂર્વક ઘેરાબંધી કરી હતી. ચોમેરથી ઘેરાઇ ગયેલા બીકા અને તેની ટોળકીએ દહેશત અનુસાર જ ફાયરિંગ કર્યું હતું. હમે ગોલિયોં કા હિસાબ દેના નહીં પડતાં.. આ ફિલ્મી ડાયલોગ અનુસાર આડેધડ ફાયરિંગ કરી તેઓ પોલીસની ઘેરાબંધીમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતાં.
ક્રાઇમ બ્રાંચની ટીમ પર બીકાએ બંને હાથમાં બે પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું અને તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. તે સતત બે દિવસ સુધી નાસતો રહ્યો અને બેંગલોર જતો રહ્યો હતો. તેઓએ દિનેશ ઉર્ફે બાપજી સહિત ગેંગના અન્ય સભ્યોની બેંગલોરથી ધરપકડ કરી હતી. ભદ્રને જણાવ્યું હતું કે, “નીલકંઠ એપાર્ટમેન્ટના ફ્લેટમાં બિકા એક બેગ છોડીને ભાગી ગયો હતો. જે બેગમાંથી લગભગ 300 રાઉન્ડ દારૂગોળો મળી આવ્યો હતો.”

ડીએસપી બી.એ.ચાવડાએ જણાવ્યું હતું કે બાપુનગરની હીરાવાડી પાસે એટીએસની ટીમે તેમને અટકાવ્યા હતા. “અમે જાણતા હતા કે, તેઓ પોલીસ પર ફાયરિંગ કરી શકે છે. તેથી અમારી ટીમે તે કોઈ અડચણ પેદા કરે તે પહેલાં જ તેને પકડી લીધો હતો. ડીએસપી ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, અમને તેના શર્ટની નીચે છુપાવેલી એક પિસ્તોલ અને તેની બેગમાં પિસ્તોલ અને દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી.
એટીએસએ જણાવ્યું હતું કે, પ્રાથમિક પૂછપરછ દરમિયાન બીકા – જે રાજસ્થાન, ગુજરાત અને કર્ણાટકમાં હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ, ખંડણી, પોલીસ પર ફાયરિંગના 38થી વધુ કેસોમાં સંડોવાયેલી ગેંગમાં લગભગ 25 જેટલા સક્રિય ગુંડાઓની ટોળકી ધરાવે છે, તેની ગેંગના સભ્યો અમદાવાદમાં છે. એક તપાસકર્તાએ જણાવ્યું હતું કે, “અમને શંકા છે કે, તે હથિયારની અણીએ લૂંટ કરવા માટે શહેરમાં હતો.”

બાદમાં બીકાને બનાસકાંઠા પોલીસે પકડીને પાલનપુર જેલમાં બંધ કરી દીધો હતો. જોકે, લગભગ ત્રણ મહિના પહેલા કોર્ટમાં લઈ જતાં તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. લગભગ પંદર દિવસ પહેલાં રાજસ્થાનના સિરોહીના ગુલાબગંજના રહેવાસી બીકાએ પણ આબુ રોડ પર રાજસ્થાન પોલીસ પર ગોળીબાર કર્યો હતો અને તે ફરાર થઈ ગયો હતો. બીકા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ગેંગસ્ટર આનંદ પાલ સિંહનો બદલો લેવા માંગતો હતો. રાજસ્થાનનો સૌથી ખૂંખાર ગેંગસ્ટર સિંઘ 24 જૂન, 2017ના રોજ રાજ્ય પોલીસની એસઓજી સાથે મધરાતે થયેલા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. તેને ઝડપવા માટે એક વર્ષનો સમય લાગ્યો હતો.