ભારતીય આયુર્વેદ શાસ્ત્રમાં લસણ ઘણી બિમારીઓના ઇલાજ તથા સ્વાસ્થ્ય વર્ધક તરીકે જણાવાયું છે. લસણનો ઉપયોગ સદીઓથી તેના ઔષધીય ગુણો માટે કરવામાં આવે છે. મોટાભાગના ભારતીય ભોજનમાં લસણ એક મહત્વપૂર્ણ ઘટક છે. ઘણા લોકો ખાલી પેટે ગરમ પાણી સાથે લસણનું સેવન કરે છે. જો તમને આ રીતે લસણ ખાવાનું પસંદ નથી, તો તમે તેમાંથી ચા બનાવી શકો છો. જે મધ, લીંબુ અને પાણીનો ઉપયોગ કરીને બનાવી શકાય છે.
હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈ બ્લડ સુગરને કારણે જે લોકોને નિયમિત ચા પીવાની મંજૂરી નથી. તેમના માટે લસણની ચા શ્રેષ્ઠ છે. લસણની ચામાં કેફીન હોતું નથી. લસણમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે. લસણની ચામાં આદુ અને તજ પણ ઉમેરી શકાય છે જેથી તેના સ્વાસ્થ્ય લાભો અને સ્વાદમાં વધારો થાય. એટલું જ નહીં, લસણ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનાથી એનર્જી લેવલ વધે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે લસણની ચા કેવી રીતે સારી છે?
- લસણની ચા એમિનો એસિડ હોમોસિસ્ટીનને ઘટાડે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે એક મુખ્ય જોખમ પરિબળ છે.
- તે એક શક્તિશાળી એન્ટિબાયોટિક પીણું છે, જે આરોગ્ય અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે.
- લસણ શરીરની બળતરા ઘટાડવામાં મદદરૂપ છે.
- ટાઈપ 2 ડાયાબિટીસથી પીડિત લોકોમાં લસણનું સેવન કરવાથી બ્લડ શુગરનું સ્તર ઘટે છે.
- તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે. ડાયાબિટીસ સાથે સંકળાયેલા અન્ય સ્વાસ્થ્ય જોખમો ઘટાડે છે.
- લસણમાં વિટામીન સી હોય છે, જે આપણા અંગોને કાર્યરત અને સ્વસ્થ રાખે છે.
લસણની ચા બનાવવાની રીતઃ એક તપેલી લો અને તેમાં એક કપ પાણી ઉકાળો. થોડું પીસેલું આદુ, 1 નાની ચમચી વાટેલું લસણ અને થોડી કાળા મરી ઉમેરો. 5 મિનિટ આ રીતે ચા ને રહેવા દો. તાપ પરથી પેન દૂર કરો. હવે તેને ગાળી લો અને ગરમ ગરમ પી લો. તેનો સ્વાદ અને પોષક મૂલ્ય વધારવા માટે તજ, લીંબુ અને મધ પણ ઉમેરી શકાય છે