એટીએસ શનિવારે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી હતી. મળતી માહિતી મુજબ ગુજરાત ATSની બે ટીમો મુંબઈ પહોંચી હતી. એક ટીમ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન ગઈ હતી અને બીજી ટીમ મુંબઈ પોલીસ સાથે જુહુમાં તિસ્તા સેતલવાડના ઘરે ગઈ હતી. આ પછી ટીમે તેને કસ્ટડીમાં લીધી અને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન પહોંચી છે.
કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસ હાલમાં ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે. આ પછી એટીએસ સામાજિક કાર્યકરને તેમની સાથે અમદાવાદ હેડક્વાર્ટર લઈ જશે.
24 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો પર SITના રિપોર્ટ સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી ઝાકિયા જાફરીએ દાખલ કરી હતી. અરજીને ફગાવી દેતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તિસ્તા સેતલવાડને વધુ તપાસની જરૂર છે, કારણ કે તિસ્તા આ કેસમાં ઝાકિયા જાફરીની લાગણીનો ગુપ્ત રીતે પોતાના ફાયદા માટે ઉપયોગ કરી રહી હતી.