Friday, March 24, 2023
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
Khabardar News Portal
  • ગુજરાત લાઈવ
  • ઇન્ડિયા લાઈવ
  • આંતરરાષ્ટ્રિય
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • ધર્મ/તહેવાર
  • સ્પોર્ટ્સ/સિનેમા
  • વેપાર/વણજ
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • More
    • અજબ ગજબ
    • જ્યોતિષ/વાસ્તુ
    • શિક્ષણ/સમાજ
    • ક્રાઇમ વોચ
    • જ્ઞાન ગોષ્ટી
    • રસ્તે રઝળતી વાત
No Result
View All Result
Khabardar News Portal
No Result
View All Result

Home » ગુજરાતમાં 3 દિવસ અતિભારે વરસાદ પડવાની આગાહી, વાવાઝોડા જેવો પવન ફૂંકાશે, તંત્ર સાબદુ…

ગુજરાતમાં 3 દિવસ અતિભારે વરસાદ પડવાની આગાહી, વાવાઝોડા જેવો પવન ફૂંકાશે, તંત્ર સાબદુ…

by Admin
July 5, 2022
in Uncategorized
Reading Time: 1min read
A A
ગુજરાતમાં 3 દિવસ અતિભારે વરસાદ પડવાની આગાહી, વાવાઝોડા જેવો પવન ફૂંકાશે, તંત્ર સાબદુ…
8
SHARES
Share on FacebookShare on Twitter

રાજ્યમાં ચોમાસું બરાબર જામી રહ્યું છે. છેલ્લા અઠવાડિયાથી લગભગ તમામ જિલ્લા તાલુકામાં વરસાદ નોંધાયો છે. એવામાં હજી આગામી પાંચ દિવસ નોંધપાત્ર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આગામી 6, 7, 8 જુલાઈ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે. જેમાં 8 અને 9 જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત વરસાદની સંભાવના છે. સાથે જ લોકોને ફરી એકવાર વાવાઝોડા જેવો અનુભવ થશે. કારણ કે આ દિવસોમાં પવનની ગતિ પણ તેજ રહેશે. હવામાન વિભાગની આ આગાહીને પગલે તંત્ર સાબદુ થઇ ગયું છે. દરિયાકાંઠાના જે વિસ્તારો સૌથી વધું પ્રભાવિત થવાની શક્યતાં જણાવાય છે ત્યાં એનડીઆરએફની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેશર બન્યું છે. આ લૉ પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે. છઠ્ઠી જુલાઈથી આખા ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે. મધ્યપ્રદેશમાં સેન્ટ્રલમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગયુ છે, તેની અસર ગુજરાતમાં જોવા મળશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. જેમાં વરસાદની સાથે પવનની ગતિ પણ તેજ રહેશે.

6,7,8 જુલાઈ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો 8 અને 9 જુલાઈ અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. તો અમદાવાદમાં દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદ રહેશે. તેમજ અમદાવાદ શહેરમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. આવતીકાલે 6 જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. પરંતુ ત્યારબાદ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આમ, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે.
અત્યાર સુધી ગુજરાતમાં 117 મીમી વરસાદ અને 22 મીમી વરસાદની ઘટ છે. આ વચ્ચે આજે રાજ્યના 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવીમાં 2.5 ઈંચ, મુંદ્રામાં 2 ઈંચ વરસાદ રહ્યો. તો સુરત અને વલસાડમાં પણ જળબંબાકાર વરસાદ નોંધાયો. તો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, 24 કલાકમાં 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

લો પ્રેશરને પગલે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે લોકોના જાનમાલના રક્ષણ માટે સરકાર સાથે તંત્ર પણ સતર્ક બન્યું છે. દરિયાકાંઠો ધરવતાં અને ભારે પવનથી પ્રભાવિત થઇ શકે એવા તમામ જિલ્લા કંટ્રોલ રૂમ ઉપરાંત તમામ તાલુકા મથકે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે. તેમજ અધિકારીઓ ને હેડક્વાર્ટર ના છોડવાના આદેશ પણ કરી દેવામાં આવ્યા છે. તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રેસ્કયૂ ટીમ તૈયાર કરાઈ છે. દરેક તાલુકામાં ક્લાસ વન અધિકારીની લાઈઝનિંગ અધિકારી તરીકે નિયુક્તિ કરાઈ છે, જે ભારે વરસાદ કે વાવાઝોડાની સ્થિતિ સમયે જે તે તાલુકામાં સ્ટેન્ડબાય રહેશે.

Share3Tweet2Send
Previous Post

હવે અજમેર દરગાહના ખાદિમે નૂપુર શર્માનુ માથુ કાપી નાખવાની આપી ધમકી આપતાં વીડિયો કર્યો વાઇરલ…

Next Post

બહેનની હત્યા કરી લાશ કૂવામાં લાશ કોથળામાં ભરી કૂવામાં ફેંકી, બીજા દિવસે બહેનને ભાવતું મંચુરિયન પણ નાંખી આવ્યો.!!

Related Posts

દસ વર્ષની બાળકીની માતાએ દોઢ વર્ષની મિત્રતાં દરમિયાન બળાત્કાર ગુજાર્યાના નોંધાવેલા કેસમાં કોર્ટે યુવકને નિર્દોષ છોડયો..
Uncategorized

ચેક રિટર્ન કેસમાં રાંદેરના યુવકને એક વર્ષ કેદની સજા અને વળતરનો હુકમ.. કોર્ટને હળવાશથી લેવાનું ભારે પડ્યું…

February 3, 2023
આ વખતની વસંત પંચમી છે ખુબ ખાસ.!! બની રહ્યો છે ચાર શુભ સંયોગ, લાવશે શાંતિ અને સમૃદ્ધિ…
Uncategorized

આ વખતની વસંત પંચમી છે ખુબ ખાસ.!! બની રહ્યો છે ચાર શુભ સંયોગ, લાવશે શાંતિ અને સમૃદ્ધિ…

January 23, 2023
ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી કોલેજ ફ્રેન્ડને મળવા બોલાવી, સંબંધ માટે ઇન્કાર કર્યો તો બળજબરીથી ઝેર પીવડાવી દીધું..!!!
Uncategorized

ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી કોલેજ ફ્રેન્ડને મળવા બોલાવી, સંબંધ માટે ઇન્કાર કર્યો તો બળજબરીથી ઝેર પીવડાવી દીધું..!!!

December 7, 2022
મુંબઈ સિવાય બીજી કોઈ ટીમ માટે રમવાનું વિચારી નહી શકું કહી પોલાર્ડે લીધી IPLમાંથી નિવૃત્તિ
Uncategorized

મુંબઈ સિવાય બીજી કોઈ ટીમ માટે રમવાનું વિચારી નહી શકું કહી પોલાર્ડે લીધી IPLમાંથી નિવૃત્તિ

November 15, 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે બીજી યાદી જાહેર કરી, સંદીપ દેસાઈને આ બેઠક પર મળી ટિકિટ
Uncategorized

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે બીજી યાદી જાહેર કરી, સંદીપ દેસાઈને આ બેઠક પર મળી ટિકિટ

November 12, 2022
ટ્રેનની એસી બોગીમાં સફર કરી રહેલા અસમના કારોબારીનું 1 કરોડનું સોનું ચોરાયું
Uncategorized

ટ્રેનની એસી બોગીમાં સફર કરી રહેલા અસમના કારોબારીનું 1 કરોડનું સોનું ચોરાયું

November 11, 2022
Next Post
બહેનની હત્યા કરી લાશ કૂવામાં લાશ કોથળામાં ભરી કૂવામાં ફેંકી, બીજા દિવસે બહેનને ભાવતું મંચુરિયન પણ નાંખી આવ્યો.!!

બહેનની હત્યા કરી લાશ કૂવામાં લાશ કોથળામાં ભરી કૂવામાં ફેંકી, બીજા દિવસે બહેનને ભાવતું મંચુરિયન પણ નાંખી આવ્યો.!!

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

કૂતરા કરડવાના કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત..!! ભેસ્તાનમાં પેટિયું રળતાં શ્રમજીવી પરિવારે કાળજાનો કટકો ગુમાવ્યો…

March 23, 2023
શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

શુકુલ ગૃપ ના કરોડોના ઉઠમણામાં વધુ બે ડાયરેક્ટર ઝડપાયા.. સુરતમાં 2.43 કરોડના ફ્રોડમાં ઇકો સેલ દ્વારા કાર્યવાહી…

March 23, 2023
‘કિસી કા ભાઈ કિસી કી જાન’   મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ મેગાસ્ટાર સલમાન ખાને ગાયું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ, બોલી ઉઠ્યા વાહ, ભાઇજાન…

March 22, 2023
Khabardar News Portal

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

Navigate Site

  • Home
  • About us
  • Contact us
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

Follow Us

No Result
View All Result
  • Home
  • અજબ ગજબ
  • આંતરરાષ્ટ્રિય
  • આરોગ્ય/લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા લાઈવ
  • ક્રાઇમ વોચ
  • ગુજરાત લાઈવ
  • જ્ઞાન ગોષ્ટી
  • જ્યોતિષ/વાસ્તુ
  • ધર્મ/તહેવાર
  • રસ્તે રઝળતી વાત
  • વિજ્ઞાન/ ટેકનોલોજી
  • વેપાર/વણજ
  • શિક્ષણ/સમાજ
  • સ્પોર્ટ્સ/સિનેમા

© 2022 khabardarnewsportal.com All Rights Reserved. Created by TheWebEmcee.in

gu ગુજરાતી
en Englishgu ગુજરાતીhi हिन्दीmr मराठी