સુરત: શહેરમાં વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. મુંબઇ જવા માટે વહેલી સવારે રેલવે સ્ટેશન જવા નીકળેલા દંપતિની બાઇક પરથી થેલી પડી ગઇ હતી. આ થેલી લેવા રોડ ઉપર ઉતરેલી પરિણાને જોરદાક ટક્કર મારી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાનું સારવાર મળે એ પહેલા જ મોત નીપજયું હતું.
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા આનંદ હોમ્સના ઘર-નંબર-101માં રહેતા વિપુલ શ્રીવાસ્તવ અને તેમની પત્ની સોનમ શ્રીવાસ્તવ આજે વહેલી સવારે બાઈક ઉપર સુરત રેલ્વે સ્ટેશન જવા નીકળ્યા હતા. તે દરમિયાન અલથાણ ધીરજ સન્સની પાસે આવેલી ખાડી ઉપર ક્રોસ કરતી વખતે બાઈક ઉપરથી બેગ પડી જતા સોનમ બેગ લેવા જતા પાછળથી અજાણ્યા કારચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમય દરમિયાન વિમલ શ્રીવાસ્તવે તરત 108ને બોલાવી તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ફરજ પરના ડો.ઉમેશ ચૌધરીએ કહ્યું કે, તેનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ સાંભળી વિમલ શ્રીવાસ્તવ શોકમાં ગરકાવ થઇ ગયા હતા.
શોકમગ્ન વિપુલે મીડિયાને ભારેહૈયે જણાવ્યું કે, અમે મૂળ ઉત્તરપ્રદેશના હમીરપૂર જિલ્લામાં આવેલા રામગઢા ગામના રહેવાસી છીએ.અમારા 5 વર્ષ પેહલા પ્રેમલગ્ન થયા હતા. કમલાને હાથ-ઉપર નાના નાના ચાંદા પડી ગયાં હતા. તેની સારવાર મુંબઈના બોરીવલીમાં થઇ રહી હતી. આ માટે અમે આજે સવારે મુંબઈ જવા માટે નીકળ્યા હતા. અમારો ગઈકાલે જ પ્લાન હતો કે આપણે રીક્ષા કે પછી ઓલા નથી કરવી, આપણે આપણી બાઈક લઈને રેલવે સ્ટેશનના પાર્કિંગમાં મૂકી દઈશું.
અમે અલથાણનો કેનાલવાળો રોડ હતો એ ક્રોસ કર્યો અને ગાડી ઉપરથી બેગ નીચે પડ્યું તો સોનમે મને કહ્યુ કે, બેગ પડી ગયું ઉભા રહો. તો મેં બાઈક ઉભી રાખી,જ્યારે સોનમ બેગ લેવા ગઇ ત્યારે પાછળથી એક કારચલાકે સોનમને ટક્કર મારી હતી અને ભાગી છૂટ્યો હતો. હું તરત 108ની મદદથી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો પણ ડોક્ટરે કહ્યું કે, સોનમનુ હ્નદય ધબકતું બંધ થઇ ગયું છે. સોનમનું મૃત્યુ થઇ ચૂક્યું છે. “