ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના પૂર્વ કેપ્ટન જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં જો રૂટે રન બનાવ્યા હતા અને હવે તેને આનો ફાયદો મળ્યો છે. જો રૂટ હવે ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બની ગયો છે. બુધવારે જારી કરાયેલી લેટેસ્ટ રેન્કિંગમાં જો રૂટ ટોપ પર છે.
ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી શ્રેણીની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન નંબર-1 ટેસ્ટ બેટ્સમેન હતો. પરંતુ જો રૂટે આ શ્રેણીમાં તેને પાછળ છોડી દીધો, હવે ઈંગ્લિશ બેટ્સમેન જો રૂટના 897 પોઈન્ટ છે, જ્યારે માર્નસ લાબુશેનના 892 પોઈન્ટ છે.
ટોપ 10 ટેસ્ટ બેટ્સમેન-
- જૉ રૂટ
- માર્નસ લાબુશેન
- સ્ટીવ સ્મિથ
- બાબર આઝમ
- કેન વિલિયમસન
- દિમુથ કરુણારત્ને
- ઉસ્માન ખ્વાજા
- રોહિત શર્મા
- ટ્રેવિસ હેડ
- વિરાટ કોહલી
જો રૂટ ઓગસ્ટ 2015 (917 રેટિંગ)માં પ્રથમ વખત ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બન્યો હતો, જ્યારે જો રૂટ ડિસેમ્બર 2021માં છેલ્લી વખત આ સ્થાન પર હતો. જો રૂટ કુલ 163 દિવસ સુધી નંબર 1 ટેસ્ટ ખેલાડી હતો. જો ફેબ ફોરની વાત કરીએ તો સ્ટીવ સ્મિથ (1506 દિવસ), વિરાટ કોહલી (469 દિવસ) અને કેન વિલિયમસન (245 દિવસ) નંબર-1 રહ્યા છે.
ટીમ ઈન્ડિયાના બેટ્સમેન પર નજર કરીએ તો ટોપ-10માં માત્ર બે ભારતીય છે. રોહિત શર્મા 754 રેટિંગ સાથે 8માં અને વિરાટ કોહલી 742 રેટિંગ સાથે 10માં નંબર પર છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી શ્રેણીમાં અત્યાર સુધીમાં 2 મેચ રમી છે જેમાં તેણે 305 રન બનાવ્યા છે. જેમાં 2 સદીનો સમાવેશ થાય છે.