હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર મુખ્ય તહેવારમાંથી એક છે. રંગોનો આ તહેવાર જીવનમાં ખુશી અને ઉંમગ લઈને આવે છે. હિંદુ પંચાંગ અનુસાર, હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક લાગી જાય છે. આ દરમિયાન કોઈપણ શુભ કામ કરવામાં આવતું નથી. ફાગણ માસની શુક્લ પક્ષના આઠમથી લઈને પૂનમ સુધી હોળાષ્ટક રહે છે.
હોળાષ્ટક લાગી ગયા બાદ ઘર, ગાડી, લગ્ન, સગાઈ જેવા કોઈપણ શુભ અને મહત્ત્વપૂર્ણ કામ ન કરવા જોઈએ. આ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ હોળાષ્ટક લાગી રહ્યા છે, જે 7 માર્ચ સુધી રહેશે. હોળાષ્ટકને અશુભ શા માટે માનવામાં આવે છે, તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, હોળાષ્ટક સમયે સૂર્ય, ચંદ્ર, શનિ, શુક્ર, ગુરુ, બુધ, મંગળ અને રાહુ ગ્રહોનો સ્વભાવ ઉગ્ર થઈ જાય છે. આ કારણોસર આ સમયે કોઈપણ શુભ કાર્ય કરવામાં આવે તો વ્યક્તિએ અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ગ્રહોનો સ્વભાવ આઠ દિવસ સુધી ઉગ્ર રહે છે. હોળિકા દહન બાદ ગ્રહ ફરીથી પહેલાની સ્થિતિમાં આવી જાય છે.
વૈદિક જ્યોતિષ અનુસાર, આ વર્ષે બે અગિયારસ હોવાને કારણે નવ દિવસ સુધી હોળાષ્ટક રહેશે. 27 વર્ષ બદ આ પ્રકારનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. હોળાષ્ટકમાં ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની પૂજા કરવી જોઈએ. તેમની પૂજા કરવાથી જીવનમાં આવી રહેલી તમામ સમસ્યાઓથી મુક્તિ મળી જશે.

**હોળાષ્ટકમાં શું ન કરવું જોઈએ?
- હોળાષ્ટકમાં લગ્ન, બાબરી, નામકરણ, સગાઈ સહિતના કોઈપણ શુભ કાર્યો ન કરવા જોઈએ.
- નવા ઘરમાં પ્રવેશ ના કરવો જોઈએ અને ઘર બનાવવાનું પણ શરૂ ન કરવું જોઈએ.
- હોળાષ્ટકમાં યજ્ઞ, હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ ન કરવા જોઈએ.
- હોળાષ્ટક દરમિયાન નવું મકાન, કાર, જમીન વગેરે ન ખરીદવી જોઈએ, ન બુકિંગ કરાવવું જોઈએ.
- હોળાષ્ટકમાં યજ્ઞ, હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન ન કરવા જોઈએ. જો કે ભજન-કીર્તન કરવું ખૂબ જ શુભ છે.
- હોળાષ્ટક દરમિયાન નોકરીમાં ટ્રાન્સફર ન કરવી જોઈએ. હોળાષ્ટક પહેલાં કે પછી નવી નોકરીમાં જોડાવવું શુભ છે.

**હોળાષ્ટકમાં શું કરવું જોઈએ?
- હોળાષ્ટકમાં શ્રી હરિની પૂજા-અર્ચના અને તેમના મંત્રનો જાપ કરો.
- હોળાષ્ટકમાં માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ, જેનાથી આર્થિક તંગી દૂર થાય છે.
- સૂર્ય નારાયણને અર્ધ્ય આપવાથી શત્રુ તરફથી કોઈ પ્રકારનું જોખમ રહેતું નથી.
- હોળાષ્ટકમાં ભગવાન શિવની પૂજા અને મહામૃત્યુંજય મંત્રનો જાપ બિમારીથી છૂટકારો મળે છે.
- હોળાષ્ટકમાં આઠ ગ્રહને શાંત કરવા માટે નવગ્રહ યંત્રની પૂજા કરવી જોઈએ.
- નવ ગ્રહોની અશુભ અસરથી બચવા માટે ભગવાન શિવનો પંચામૃતથી અભિષેક કરો.

**હોલિકા દહન 2023 માટે શુભ સમય
હિંદુ પંચાંગ અનુસાર, આ વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ 06 માર્ચ, 2023ની સાંજે 04:17 વાગ્યાથી શરૂ થઈને 07 માર્ચ, 2023 સુધી સાંજે 06:09 વાગ્યા સુધી રહેશે. જ્યારે હોલિકા દહન 07 માર્ચ 2023 ના રોજ કરવામાં આવશે અને રંગો સાથેની હોળી બીજા દિવસે 8 માર્ચ 2023 ના રોજ રમવામાં આવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ 8 માર્ચે જ ઉજવવામાં આવે છે.